ગુજરાતના 19 પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રકોથી સન્માનિત
ગુજરાતના પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ચંદ્રક માટે પસંદગી કરાય છે.

તારીખ 15મી ઓગષ્ટના રોજ દેશના 75મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે સ્વાંતત્ર પર્વની પુર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રકોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ચંદ્રક માટે પસંદગી કરાય છે.
દર વર્ષે સ્વાતંત્રય દિન અને પ્રજાસત્તાક પર્વએ રાષ્ટ્રપતિ ચંદ્રકો એનાયત કરવામાં આવે છે. 75મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે ગુજરાતના 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ચંદ્રકથી સન્માનિત કરાયાં છે. જેમાં 02 વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા 17 વિશિષ્ટ સેવા અંગેના પોલીસ ચંદ્રકોની જાહેરાત કરવામાં આવી છે. દેશના રાષ્ટ્રપતિ તરફથી આ ચંદ્રકોની જાહેરાત કરાય છે.
-વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલ
એચ.એ.રાઠોડ, ડીવાયએસપી, ગોધરા
પી.એલ.પરમાર, આસિસ્ટન્ટ ઇંટેલિજન્સ ઓફિસર, ગાંધીનગર
-પ્રસંશનીય અંગેના પોલીસ મેડલ
વાબાંગ ઝમીર, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર
ડી.એચ.પટેલ, હથીયારી ડીવાયએસપી, SRP, વાલિયા
એ.એન.બારડ, હથીયારી ડીવાયએસપી, SRP, રાજકોટ
એ.એમ.પટેલ, હથીયારી ડીવાયએસપી, SRP, સુરત
ડી.વી.ગોહિલ, હથીયારી ડીવાયએસપી, ગાંધીનગર
એચ.વી.ચૌધરી, હથીયારી ડીવાયએસપી, SRP, સેજપુર
બી.કે.ગુંદાણી, ડીવાયએસપી, ચેતક કમાન્ડો ફોર્સ
પી.એચ.ચૌધરી, ડીવાયએસપી, બનાસકાંઠા
જે.એફ.ગૌસ્વામી, પી.આઈ., મોટર ટ્રાન્સપોર્ટ, ગાંધીનગર
આર.એન.સિસોદીયા, મદદનીશ સબ ઈન્સ્પેક્ટર, પંચમહાલ
આર.બી.વાઘેલા, હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ
જે.એ.દવે, હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ
એમ.એન.પટેલ, હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ
જે.એમ.પટેલ, હેડ કોન્સ્ટેબલ, સુરત
પી.એ.વણઝર, હથીયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, અમદાવાદ
એમ.એચ.ચૌહાણ, મદદનીશ સબ ઈન્સ્પેક્ટર, રાજકોટ
એન.કે.ગોંડલિયા, આસિસ્ટન્ટ ઇંટેલિજન્સ ઓફિસર, ગાંધીનગર