સરા-ધ્રાંગધ્રા રોડ પર સર્જાયો હતો અકસ્માત
કાર પલટી મારી જતાં 3 લોકોના કરુણ મોત
એક પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે મોત
ત્રણેય વ્યક્તિઓ દાધોળીયા ગામના રહેવાસી
અકસ્માતે મોત નોંધી પોલીસ દ્વારા કાર્યવાહી
સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર કાર પલટી મારી જતાં 3 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા. સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાય હતી. જેમાં સ્વિફ્ટ કાર પલટી મારી જતાં 3 લોકોનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. આ અકસ્માતનો દૃશ્ય હ્રદયવિદારક રહ્યો હતો, જેના પગલે સ્થળ પર તાત્કાલિક ભીડ ઉમટી પડી હતી.
અકસ્માત બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. જેમાં મૃતકોની ઓળખ 50 વર્ષીય બબુબેન છનાનાઈ દેવસીભાઈ જેજરીયા, 35 વર્ષીય ભાનુબેન રમેરાભાઈ જેઠાભાઈ જેજરીયા અને 45 વર્ષીય ચોપાભાઈ બિજલભાઈ જેજરીયા તરીકે થઈ છે, અને આ ત્રણેય વ્યક્તિઓ મુળી તાલુકાના દાધોળીયા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
આ દુર્ઘટનાને કારણે દાધોળીયા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. એક જ પરિવારના 3 સભ્યોનું અકાળે અવસાન થવું સમગ્ર ગામ માટે અગમ્ય અને દુઃખદ બનાવ તરીકે ઉભરી આવ્યો છે.