Connect Gujarat
ગુજરાત

દમણના દરિયામાં 4 સગીરાના ડૂબવાથી મોત, ઉત્તરપ્રદેશનો પરિવાર આવ્યો હતો ફરવા

દમણના દરિયા એક ગોઝારો બનાવ બન્યો છે. ઉત્તરપ્રદેશથી ફરવા આવેલા પરિવારની 4 સગીરાના ડૂબી જવાથી મોત નિપજ્યાં

દમણના દરિયામાં 4 સગીરાના ડૂબવાથી મોત, ઉત્તરપ્રદેશનો પરિવાર આવ્યો હતો ફરવા
X

દમણના દરિયા એક ગોઝારો બનાવ બન્યો છે. ઉત્તરપ્રદેશથી ફરવા આવેલા પરિવારની 4 સગીરાના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. દમણના બારીયા વાડ પાસે જમપોર બીચ પર 5 સગીરા દરિયામાં ન્હાવા પડી હતી. જેમાં દરિયો ઉફાન પર હોવાથી 4ને પોતાની સાથે તાણી ગયો હતો.1 કિશોરીનો આબાદ બચાવ થયો હતો.ઉત્તરપ્રદેશથી દમણ ફરવા આવેલા પરિવારની 4 સગીરાઓ દરિયામાં ડૂબતાં ચકચાર મચી છે.


જમપોર બીચ પર બનેલા આ બનાવથી હાલ દરિયા કાંઠે લોકોના ટોળે ટોળાં પહોંચી ગયા હતા. 5માંથી 1 સગીરાને બચાવી લેવામાં આવી છે. જ્યારે અન્ય 4ના મૃતદેહો સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. હાલ તો મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.દરિયો હાલ ઉફાન પર હોવાની હવામાન વિભાગે 2 દિવસ પહેલા જ આગાહી કરી હતી. સ્થાનિક તંત્ર વારંવાર ગુજરાતના દરિયાકાંઠે લોકો ન્હાવા ન પડે તેની ચેતવણી આપતા હોય છે. સ્થાનિકોનું માનીએ તો આ સગીરાઓ દરિયામાં ન્હાવા પડી હતી જેમાં અચાનક આવેલા મોટું મોજું તમામને તાણીને લઈ ગયું હતું સિવાય 1 સગીરાની. હાલ તો આ ગોઝારી ઘટનાને પગલે ઉત્તરપ્રદેશના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. સ્થાનિક પ્રસાસનની ટીમ તેમજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી માહિતી એકત્રિત કરી રહી છે.

Next Story