Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે કોરોના વાયરસના 606 કેસ નોધાયા, 729 દર્દીઓ થયા સાજા

છેલ્લા 24 કલાકમાં 606 પોઝીટીવ કેસો નોંધાયા

રાજ્યમાં આજે કોરોના વાયરસના 606 કેસ નોધાયા, 729 દર્દીઓ થયા સાજા
X

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હાહાકાર મચાવતા કોરોના પોઝીટીવ કેસોમાં આજે એકાએક ઘટાડો આવ્યો છે. આરોગ્ય તંત્રના ચોપડે આજે માત્ર 606 કેસ જ સામે આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેવામાં આજે માત્ર છેલ્લા 24 કલાકમાં 606 પોઝીટીવ કેસો નોંધાયા હતા. બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા 6413 ને પર પહોંચી છે.

મહાનગરોમાં કોરોના કેસોની વાત કરવામાં આવે તો આજે અમદાવાદ મહાનગરપાલિકામાં 172 કેસ સામે આવ્યા છે જ્યારે એક દર્દી એ કોરોનાને પગલે દમ તોડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં વડોદરામાં 48 કેસ સામે આવ્યા છે. તો સુરતમાં 38 અને ગાંધીનગરમાં 13 તેમજ ભાવનગરમાં 11 અને જામનગરમાં માત્ર પાંચ કેસ નોંધાયા છે. જૂનાગઢમાં આજે એક પણ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત જિલ્લાની વાત કરવામાં આવે તે મહેસાણામાં 75, સુરતમાં 39, ગાંધીનગરમાં 27, વડોદરામાં 25, કચ્છમાં 16, મોરબીમાં 13, વલસાડ 12, પાટણમાં 10, અરવલ્લીમાં 8, સાબરકાંઠામાં 8 અને સુરેન્દ્રનગરમાં 8 કેસ નોંધાયા છે.

વધુમાં રાજ્યમાં 606 નવા દર્દીના ઉમેરા સાથે 729 દર્દીઓ સાજા થયા છે. જ્યારે સજા થવાનો દર 98.62 છે ઉપરાંત આજે 2,74,983 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. વધુમાં 6413 એક્ટિવ કેસોની સરખામણીએ 13 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટિલેટર હેઠળ સારવાર લઈ રહ્યા છે.

Next Story