ધ્રાંગધ્રાના ખેડૂતે અર્ધ સુક્કા વિસ્તારમાં કરી બતાવી ખારેકની સફળ ખેતી.

ગુજરાતના અર્ધ સુક્કાભઠ્ઠ વિસ્તાર એવા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત પીળું સોનું એટલે કે, ખારેકની ખેતીમાં મબલખ કમાણી કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે.

New Update

ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂતે કર્યું પીળા સોનાનું વાવેતર

અર્ધ સુક્કા વિસ્તારમાં કરી બતાવી ખારેકની સફળ ખેતી

પ્રાકૃતિક ખેતીથી ઝીરો બજેટમાં સારું ઉત્પાદન મેળવ્યું

ગુજરાત બહારના રાજ્યોમાં પણ ખારેકની કરી નિકાસ

વાર્ષિક રૂ. 2 કરોડની કમાણી સાથે અન્ય ખેડૂતોને પ્રેરણા

ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી દેશની અર્થ વ્યવસ્થામાં ખેતી ક્ષેત્રનું પ્રદાન અગત્યનું રહ્યું છેત્યારે ગુજરાતના અર્ધ સુક્કાભઠ્ઠ વિસ્તાર એવા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત પીળું સોનું એટલે કેખારેકની ખેતીમાં મબલખ કમાણી કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે.

દેશમાં નાના અને સીમંત ખેડૂતો પાસે ખેતીના આધુનિક સાધનોખાતરપિયત અને બિયારણની વ્યવસ્થા મર્યાદિત છે. જેને ધ્યાને લઈ આ ખેડૂતોની આવક વધે અને કૃષિ વધુ વળતરદાયી બને તે માટે સરકાર દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છેજેનો લાભ લઇ ખેડૂતો આર્થિક સમૃદ્ધિની દિશામાં આગળ વધી રહ્યા છે. ઔદ્યોગિક અને ખેતી ક્ષેત્રે પછાત ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાની હવે નર્મદાના નીર આવવાથી કૃષિ ક્ષેત્રે વિકસિત જિલ્લા તરીકે ગણના થવા લાગી છે. જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અર્ધ સુક્કા વિસ્તારની છે. તેમ છતાં આજે જિલ્લામાં બાગાયત ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ થઈ રહી છે.

આજે આવા જ એક ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામ પટેલની વાત કરવાની છેજેઓ પીળું સોનું એટલે કેખારેકની ખેતીમાં મબલખ કમાણી કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે. આજથી લગભગ 20 વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં ખારેકની ખેતીની વાત દીવાસ્વપ્ન જણાતી હતી. ખારેક માત્ર કચ્છ જિલ્લામાં જ થાય છેઆવી દ્રઢ માન્યતા વચ્ચે ખેડૂતે ધ્રાંગધ્રામાં ખારેકનું વાવેતર કર્યું હતું. અથાગ પરિશ્રમ અને દ્રઢ સંકલ્પે કચ્છ જેવી જ ખારેકનું ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થવા લાગ્યું છે. ખેડૂતે અંદાજે 100 વીઘા જમીનમાં 2500 જેટલાં દેશી ખારેકના રોપા350 ઇઝરાયેલ ખારેકના રોપા70 કેસર કેરી અને 270 જેટલાં લીંબુના રોપાનું વાવેતર કર્યું છે. છેલ્લા 15 વર્ષથી ખેતરમાં યુરિયાડીએપી જેવા એક પણ જાતના રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વિના તેઓ ખેતી કરી રહ્યા છે. ખેડૂત પાસે 30 જેટલી દેશી ગાયો છે. આ ગાયોના છાણ-ગૌમૂત્રનો તેઓ ખેતીમાં ઉપયોગ કરી રહ્યા છે. ખેતરમાં ડ્રિપ દ્વારા ગૌમૂત્રજીવામૃતબેક્ટેરિયા આપવામાં આવે છે. આમ સારામાં-સારું ઉત્પાદન મેળવી ખેડૂતને અંદાજે વાર્ષિક રૂ. 1.50 કરોડથી 2 કરોડની વચ્ચે આવક થવા પામી છે. આ સાથે જ દરેક ખેડૂત મિત્રોએ રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત ખેતી અપનાવવા પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામ પટેલએ અપીલ કરી છે.

Latest Stories