જૂનાગઢના ખલીલપુર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત

જૂનાગઢના ખલીલપુર ખાતે વેલ્ડીંગની દુકાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતી વેળાએ વીજ કરંટ  લાગતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

New Update

જૂનાગઢના ખલીલપુર ખાતે વેલ્ડીંગની દુકાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતી વેળાએ વીજ કરંટ  લાગતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

જૂનાગઢના ખલીલપુર રોડને અડીને આવેલ કૈલાશ પાર્ટી પ્લોટ ખાતેની વેલ્ડીંગની દુકાન પર સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું,જોકે આ રાષ્ટ્રભક્તિની ઉજવણીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો.વેલ્ડીંગની દુકાન ધરાવતા હનીફ સીડાના દુકાન પર સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,અને રાષ્ટ્રધ્વજ ફરકાવવાના સમયે પોલ વીજ વાયરને અડી જતાં કરંટ પાસ થયો હતો,જેના કારણે હનીફ સીડાને વીજ કરંટનો જોરદાર ઝટકો લાગ્યો હતો,અને વીજ કરંટના કારણે તેઓનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને મૃતક હનીફ સીડાના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.     
Read the Next Article

વલસાડ : મૃતક રિયાના ઓર્ગનથી અનામતાએ શિવમની કલાઈ પર રાખડી બાંધતા ભાવુકતા ભર્યો માહોલ છવાયો

વલસાડમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અનોખો સંયોગ જોવા મળ્યો હતો,સ્વ.રિયાનો એક હાથ મુંબઈની અનામતાને ડોનેટ કરવામાં આવ્યો હતો,

New Update
  • રક્ષાબંધન પર સર્જાયો અનોખો સંયોગ

  • મૃતક બહેનના ભાઈને મળ્યા આશીર્વાદ

  • સ્વ.રિયાના હાથનું કરાયું હતું ડોનેટ

  • મુંબઈની અનામતામાં હાથનું કરાયું હતું ટ્રાન્સપ્લાન્ટ

  • અનામતાએ સ્વ.રિયાના ભાઈને બાંધી રાખડી

  • ઈશ્વર અને અલ્હાનું દેવત્વ ખરા અર્થમાં સાકાર થયું  

વલસાડમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે અનોખો સંયોગ જોવા મળ્યો હતો,સ્વ.રિયાનો એક હાથ મુંબઈની અનામતાને ડોનેટ કરવામાં આવ્યો હતો,ત્યારે આજના આ પવિત્ર પ્રસંગે સ્વર્ગસ્થ બહેનના જ હાથથી ભાઈ શિવમને આશીર્વાદ મળતા ભાવુકતા ભર્યો માહોલ છવાય ગયો હતો.

વલસાડની પ્રેમલાગણી અને માનવતાની મિસાલની એક અનોખી ઘટના દેશભરમાં હૃદયસ્પર્શી બની હતી.સપ્ટેમ્બર 2024માં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય સ્વ. રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું. વિશ્વના ઈતિહાસમાં સૌથી પહેલીવાર એટલી નાની ઉંમરે માત્ર 9 વર્ષની બાળકીના હાથનું આ દાન થયું હતું. સ્વ. રિયાનો જમણો હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડો.નીલેશ સાતભાઈ દ્વારા ગોરેગાવમુંબઈની રહેવાસી 15 વર્ષીય અનામતા અહેમદમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. આ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા એક પરિવારના જીવનમાં નવી આશા જાગી નથીપરંતુ આજે સ્વ. રિયાના ભાઈના જીવનમાં પણ બહેનના પ્રેમનો અહેસાસ ફરી જીવી ઉઠયો છે.

રક્ષાબંધનની ઉજવણી કરવા અનમતા અહેમદ રિયાનાં ભાઈ શિવમને રાખડી બાંધવા મુંબઈથી વલસાડ તેના પરિવાર સાથે આવીને રાખડી બાંધી હતી. આ ક્ષણ કંઈક એવી હતી કેઆંખો પણ લાગણીસભર આંસુઓથી છલકાઈ ગઈ હતી.પોતાની બહેનને ગુમાવી દીધા બાદ પણ તેના ડોનેટ કરાયેલા હાથ દ્વારા ભાઈના હાથ પર રાખડી બંધાતા લાગણીના તાર અતૂટ રીતે જોડાઈ ગયા હતા.યુવાનીમાં ડગ માંડતી અનામતાને તો જાણે હાથ નહીં પણ રિયા નામની નવી પાંખો મળી હતી.તેનો સમગ્ર પરિવાર રિયાનાં પરિવારનોડોનેટ લાઈફ તથા તબીબોનો ઋણી છે. તેથી જ આ રક્ષાબંધન પર એ ઋણ અદા કરવા અનમતા અહેમદ વલસાડ આવી પહોંચી હતીરિયાના હાથથી ભાઈ શિવમના હાથ પર અનમતાએ જ્યારે રાખડી બાંધી ત્યારે એક અનન્ય રક્ષાબંધનનો માહોલ રચાય ગયો હતો.સ્વ. રિયાના હાથનું અંગદાન આ રક્ષાબંધન પર ઈશ્વર અને અલ્હાના દેવત્વને ખરા અર્થમાં સાકાર કરી ગયું હતું.