સુરેન્દ્રનગર: દસાડા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલના PSI દારૂ ભરેલી કાર રોકવા જતા ટ્રેલરની ટક્કરે કરૂણ મોતને ભેટ્યા

સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલના PSI જે.એમ.પઠાણે  દારૂ ભરેલી કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો.જોકે વચ્ચે આવેલા ટ્રેલરે ટક્કર મારતા તેઓ ફંગોળાયા હતા

New Update

સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલના PSI જે.એમ.પઠાણે  દારૂ ભરેલી કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો.જોકેવચ્ચે આવેલા ટ્રેલરે ટક્કર મારતા તેઓ ફંગોળાયા હતા અને ગંભીર ઇજા થતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતુ.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તથા કઠાડા ગામ રોડ વચ્ચે મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલમાં ફરજ બજાવતા PSI જાહીદખાન મુનસફખાન પઠાણ ઉં.વ.50 ને અકસ્માત થતા પ્રાથમિક સારવાર માટે વિરમગામ લાવતા ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.તેમની સાથેના પોલીસ કર્મચારી દિનેશ રાવત અને કૃષ્ણદેવસિંહ જાડેજાને પણ ઇજા થઈ છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમનાPSI જે.એમ.પઠાણ ગઈકાલે મોડી રાત્રે2.30 વાગ્યે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા.આ વખતે બાતમી મળી હતી કેત્યાંથી એક ક્રેટા કાર દારૂ ભરેલી પસાર થનાર છે. જેથી કઠાડા ગામથી આગળ વળાંક ઉપર તેઓ સ્ટેટ મોનિટરિંગની ટીમના માણસો સાથે બ્લોક કરીને ઉભા હતા.આ સમયે પાટડી તરફથી ક્રેટા કાર ટ્રેલરની બાજુ માંથી પસાર થતા તેને રોકવા જતા ટ્રેલર અને ક્રેટા કાર રોકાય નહતી.અને ટ્રેલરના પાછળના ભાગે સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમની ફોર્ચ્યુનર કાર આવતી હતી.

તેમની લાઈટ જોઈ PSI બચવા જતા ટ્રેલરના પાછળના ભાગે અથડાઈ ગયા હતા અને સાથેની ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંગોળાઈ ગયા હતા.આમ ક્રેટા કારને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી જતા ક્રેટા ટ્રેલરની જમણી બાજુ માંથી નીકળી ગઈ હતી. ટ્રેલર અને ફોર્ચ્યુનરની લાઈટના અજવાળામાં PSI  પઠાણ ટેલરની પાછળના ભાગે અથડાઈ જતા અને માથાના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ દસાડા પીએસસી સેન્ટર ઉપર ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લાવતા ત્યાં તેમનું દુઃખદ અવસાન થયું હતું.જે અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Read the Next Article

રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ થઈ સક્રિય, બે જિલ્લામાં ઓરેન્જ તો 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત દિવસ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન છે. આજે બે જિલ્લામાં

New Update
varsad

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત દિવસ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન છે.

આજે બે જિલ્લામાં ઓરેન્જ તો 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તો આજે અમરેલી, ભાવનગર,બનાસકાંઠા, મહેસાણા,મહીસાગર, દાહોદમાં વરસાદનું  યલો એલર્ટ અપાયું છે.  આજે પંચમહાલ, સુરતમાં વરસાદનું યલો એલર્ટ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાકમાં મઘ્યમ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા પોરબંદર, જામનગર સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા  મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં પણ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. ઉપરાંત  બનાસકાંઠા, સાબરકાંઠા, અરવવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરામાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી છે.