તાપી : ઈકો અને પિકઅપ વાન વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, જુઓ કારમાં ફસાયેલા ચાલકનું “LIVE” રેસક્યું...

વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં નેશનલ હાઇવે પર ઈકો કાર અને પિકઅપ વાન વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો કટર મશીનથી પતરું કાપી ચાલકને બહાર કાઢવામાં આવ્યો

New Update
  • વાલોડ તાલુકાના બાજીપુરા ગામ નજીક સર્જાયો અકસ્માત

  • ઈકો અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

  • કાર ચાલક કારમાં ફસાઈ જતાં રેસક્યું હાથ ધરવામાં આવ્યું

  • કટર મશીનથી પતરું કાપી ચાલકને બહાર કાઢવામાં આવ્યો

  • અકસ્માત અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ આદરી

Advertisment

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામ નજીક ઈકો કાર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કારનો ચાલક કારમાં ફસાઈ જતાં કટર મશીનની મદદથી રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસારતાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામ નજીક માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાજીપુરા ગામની સીમમાં નેશનલ હાઇવે પર ઈકો કાર અને પિકઅપ વાન વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કેઈકો કારનો ચાલક કારમાં જ ફસાઈ ગયો હતો. બનાવના પગલે આસપાસના લોકો ટોળે વળ્યા હતાજ્યારે કટર મશીનની મદદથી કારમાં ફસાયેલા ચાલકનું રેસક્યું હાથ ધરાયું હતું.

ભારે જહેમત બાદ કારનું પતરું કાપીને કાર ચાલકને દ બહાર કાઢવામાં આવ્યો હતો. જોકેત્યારબાદ ઇજાગ્રસ્ત કાર ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફઅકસ્માતના પગલે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

Latest Stories