Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં કોરોના વાયરસના નવા 140 કેસ નોધાયા, 66 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં આજે કોરોનાના નવા 140 કેસ નોંધાયા છે. બીજી તરફ 66 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે.

રાજ્યમાં કોરોના વાયરસના નવા 140 કેસ નોધાયા, 66 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
X

રાજ્યમાં આજે કોરોનાના નવા 140 કેસ નોંધાયા છે. બીજી તરફ 66 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,539 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.04 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલા કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ 6,679 રસીના ડોઝ અપાયા હતા.

નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ શહેરમાં 79 કેસ, વડોદરા શહેરમાં 21 કેસ, સુરત શહેરમાં 11 કેસ, વડોદરામાં 11 ગાંધીનગર શહેરમાં 1, ગાંધીનગરમાં 5, રાજકોટ કોર્પોરેશનમાં 3, મહેસાણા 4, કચ્છ અને સાબરકાંઠામાં 3-3, અમદાવાદ, ભાવનગર શહેર, ગીર સોમનાથ અને સુરતમાં 2 - 2 કેસ, પાટણ અને ખેડામાં 1-1 કોરોના કેસ નોંધાયા છે.

હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 778 એક્ટિવ કેસ છે. જેમાં કોઇ પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તમામ દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,539 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10,945 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયાં છે.

Next Story