Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે કોરોનાના 416 નવા કેસ નોધાયા, 230 દર્દીઓ થયા સાજા

ગુજરાત રાજ્યમાં આજે 416 નવા કેસો નોધાયેલ છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 182, સુરત શહેરમાં 56, વડોદરા શહેરમાં 40, સુરત જિલ્લામાં 34, ગાંધીનગર શહેરમાં 15, ભાવનગર શહેરમાં 13 કેસો નોંધાયા છે

રાજ્યમાં આજે કોરોનાના 416 નવા કેસ નોધાયા, 230 દર્દીઓ થયા સાજા
X

ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં આજે 416 નવા કેસો નોધાયેલ છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 182, સુરત શહેરમાં 56, વડોદરા શહેરમાં 40, સુરત જિલ્લામાં 34, ગાંધીનગર શહેરમાં 15, ભાવનગર શહેરમાં 13 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.

રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 230 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,16,036 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ 1927 થયા છે, જેમાં 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે 1923 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી.

ભારતમાં કોરોના રોગચાળાએ ફરી એકવાર જોર પકડ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,313 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે 38 લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કેસ વધીને 83 હજારથી વધુ (83,990 કેસ) થઈ ગયા છે. અગાઉ એટલે કે 22 જૂને દેશભરમાં કોરોના સંક્રમણના 12249 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 13 લોકોના મોત થયા છે.

Next Story