Connect Gujarat
ગુજરાત

ગુજરાત રાજ્યના સેશન્સ કેસો ચલવતા પેનલ એડવોકેટો માટે ફોજદારી કાયદાઓની જાણકારી અંગે વેબિનાર યોજાયો

ગુજરાતના વડી અદાલતના નામદાર ચીફ જસ્ટીસ અરવિંદકુમાર તથા નામદાર એકઝીકયુટીવ ચેરમેન આર.એમ.છાયા દ્વારા ફોજદારી કાયદાની જાણકારી આપવા માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના સેશન્સ કેસો ચલવતા પેનલ એડવોકેટો માટે ફોજદારી કાયદાઓની જાણકારી અંગે વેબિનાર યોજાયો
X

ગુજરાતના વડી અદાલતના નામદાર ચીફ જસ્ટીસ અરવિંદકુમાર તથા નામદાર એકઝીકયુટીવ ચેરમેન આર.એમ.છાયા દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના સેશન્સ કેસો ચલવતા પેનલ એડવોકેટઓ માટે ફોજદારી કાયદાની જાણકારી આપવા માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત તા. ૦૫/૦૨/૨૦૨૨ના રોજ ગુજરાતના વડી અદાલતના નામદાર ચીફ જસ્ટીસ અરવિંદકુમાર તથા નામદાર એકઝીકયુટીવ ચેરમેન આર.એમ.છાયા દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યનાં સેશન્સ કેસો ચલવતા પેનલ એડવોકેટઓ માટે ફોજદારી કાયદાની જાણકારી આપતું વિડીયો કોન્ફરન્સથી વેબીનાર દ્વારા નામદાર હાઈકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી જે.એમ.પંચાલ કે જેઓ ઘણા ચકચાર ભર્યા કેસો જેવા કે, અક્ષરધામ મંદિર પર હુમલો તેમજ બીજા બોમ્બ બલાસ્ટના કેસોમાં સરકાર પક્ષે હાજર રહેલા હતા તેમજ ફોજદારી કેસો ચલાવવા અંગેનું જ્ઞાન સેશન્સ કોર્ટના પેનલ એડવોકેટને મળે તે માટે વિડીયો કોન્ફરન્સથી વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના તમામ જિલ્લા કોર્ટના પેનલ એડવોકેટે ભાગ લીધો હતો અને આવી રીતનો પ્રોગ્રામ ઈતિહાસમાં પહેલીવાર બની રહેલ છે. આ પ્રોગ્રામનો ઉદેશ બંધારણમાં ગરીબ, અભણ તેમજ પછાત વ્યકિતને જે મફત અને સક્ષમ કાનૂની જોગવાઈના ઉપદેશને પુરો કરવા માટે રાખેલ હતો. આ વેબીનારથી સેશન્સના ટ્રિમીનલ કેસો ચલાવતા પેનલ એડવોકેટને કાયદાની ઘણી બધી જાણકારીઓ મળેલ અને પ્રોગ્રામ ખુબ જ સફળ રહ્યો હતો.

Next Story