સાબરકાંઠા : પ્રાંતિજની કાટવાડ ચોકડી પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત, ટેન્કર ચાલકના શરીરના 2 ટુકડા થયા...

રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતા ટ્રકની પાછળ સિમેન્ટ ભરેલું ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે ટેન્કર ચાલક દિલીપ ઠાકોરના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા.

New Update
  • પ્રાંતિજની કાટવાડ ચોકડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • માર્બલ ભરેલા ટ્રક સાથે સિમેન્ટ ભરેલ એક ટેન્કર અથડાયું

  • અકસ્માતમાં 25 વર્ષીય ચાલકના શરીરના 2 ટુકડા થયા

  • અકસ્માતમાં અન્ય એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો

  • પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં માર્બલ ભરેલા ટ્રક સાથે સિમેન્ટ ભરેલ ટેન્કર અથડાતાં ગમખ્વાર અકસ્માતમાં 25 વર્ષીય ચાલકના શરીરના 2 ટુકડા થયા હતા. મળતી માહિતી અનુસારસાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની કાટવાડ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક 25 વર્ષીય ટેન્કર ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું.

રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતા ટ્રકની પાછળ સિમેન્ટ ભરેલું ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે ટેન્કર ચાલક દિલીપ ઠાકોરના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ક્રેનની મદદથી બન્ને વાહનોને અલગ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ મૃતદેહને પ્રાંતિજની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ અકસ્માતમાં અન્ય ઇજાગ્રસ્ત ટ્રક ચાલક હીરાલાલ રબારીને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.