Connect Gujarat
ગુજરાત

યૂથ કોંગ્રેસ બાદ NSUI મેદાનમાં, ૧૦ ટિકિટની કરી માંગ

અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાની વિધાનસભા બેઠક પર કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના નેતાઓએ દાવેદારી નોંધાવી છે

યૂથ કોંગ્રેસ બાદ NSUI મેદાનમાં, ૧૦ ટિકિટની કરી માંગ
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ નવરાત્રી બાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારો ચૂંટણી લડવા ઇચ્છતા હોય તેમના બાયોડેટા મંગાવવામાં આવ્યા હતા. જેમાં NSUIના 10 નેતાઓને ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે. અગત્યની વાત એ છે કે NSUIએ પણ સિટિંગ ધારાસભ્યોની બેઠક પર દાવેદારી નોંધાવી છે.

અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાની વિધાનસભા બેઠક પર કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના નેતાઓએ દાવેદારી નોંધાવી છે. NSUI ના નેતાઓએ પોતાને તે જ બેઠક માટે લાયક ગણાવ્યાં છે જ્યાં હાલ કોંગ્રેસના ધારાસભ્યની ટર્મ ચાલુ છે. NSUIના નેતાઓએ જે બેઠકો પર દાવેદારી નોંધાવી છે ત્યાં 5 બેઠકો અમદાવાદની અને 5 બેઠકો અલગ અલગ જિલ્લાની છે. હવે આ બાબતે અંતિમ નિર્ણય પક્ષ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા 182 બેઠકો પર કોંગ્રેસના 600થી વધુ દાવેદારો ચૂંટણી લડવા તૈયાર થયાં છે. ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દેદારો ટિકિટ માંગી છે. 3 સિટિંગ ધારાસભ્યો સામે યુથ કોંગ્રેસના હોદ્દેદારો ટિકિટ માંગી છે. ધંધુકા, છોટાઉદેપુર અને પાલનપુર ઉપર ખેંચતાણ થવાની પૂરી શક્યતા છે.

Next Story