Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: એએમસી બન્યું દેવાદાર,શું હવે અધધ આટલા કરોડની લેશે લોન..?

અમદાવાદ મહાનગરપાલિકા દેવાદાર થઈ ગઈ છે વિકાસની મસમોટી વાતો વચ્ચે AMC દેવાદાર બન્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

અમદાવાદ: એએમસી બન્યું દેવાદાર,શું હવે અધધ આટલા કરોડની લેશે લોન..?
X

અમદાવાદ મહાનગરપાલિકા દેવાદાર થઈ ગઈ છે વિકાસની મસમોટી વાતો વચ્ચે AMC દેવાદાર બન્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. AMC પર હાલમાં રૂ.550 કરોડનું મસમોટુ દેવું થઇ ગયું છે. આથી, AMC હવે વિકાસ કરવા માટે લોન લેશે. AMC GSFA પાસેથી વધુ 350 કરોડની લોન લેશે.

AMC એ લોન લેવા માટે ગ્રીન બોન્ડ બહાર પાડ્યા છે. સરકાર પાસે 50 ટકા સહાયતા માટે ગ્રીન બોન્ડ બહાર પાડશે. ગ્રીન પ્રોજેક્ટ ગ્રીન બોન્ડ પેટે 459 કરોડનો DPR મંજૂર થયો છે. તેમાં ગ્રીન હાઉસિંગ, વોટર રીસાયક્લિંગ અને ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટના કામો થશે. AMCમાં રૂપિયા 250 કરોડની બિલો હાલ પેન્ડિંગ છે. AMCએ રૂ.72 કરોડ રાજ્ય સરકાર પાસેથી લેવાના બાકી છે. ગયા વર્ષે 963 કરોડના વિકાસના કામો થયા હતા. જ્યારે આ વર્ષે 1217 કરોડના વિકાસના કામો થયા. તો લાઈટથી પગાર સુધીનો 325 કરોડ ખર્ચ AMC ચલાવવા માટે થાય છે. રૂપિયા 2468 કરોડની આવક છે અને 2490 કરોડનો ખર્ચ જોવા મળી રહ્યો છે.

Next Story