અમદાવાદ : કોરોના સામે લડવા સરકારે સજાવ્યાં હથિયાર, વેકસીનેશન બનાવાયું ઝડપી
18 વર્ષથી ઉપરના લોકો માટે હવે સ્થળ પર રજીસ્ટ્રેશન, દરેક નાગરિકોને વિનામુલ્યે આપવામાં આવશે રસી.
કોરોનાની બીજી લહેરમાં ફેલાયેલી અરાજકતાએ કેન્દ્ર સરકારની છબી ખરાબ કરી નાંખી છે. આ છબીને સુધારવા કેન્દ્ર સરકાર હવે રસીકરણ પર ધ્યાન આપી રહી છે. સોમવારે વિશ્વ યોગ દિવસના નિમિત્તે રાજયભરમાં 18 વર્ષથી કે તેથી વધુ ઉમંરના લોકોને સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી રસી આપવામાં આવી હતી. અમદાવાદના બોડકદેવમાં આવેલાં રસીકરણ કેન્દ્રની ગૃહમંત્રી અમિત શાહે મુલાકાત લીધી હતી.
દેશમાં કોરોનાની બીજી લહેરમાં હજારો લોકોના મૃત્યુ થયાં છે ત્યારે કેન્દ્ર સરકારની છબી વિશ્વભરમાં ખરડાઇ છે. આ છબીને સુધારવાના ભાગરૂપે વિશ્વ યોગ દિવસથી લોકોને વિનામુલ્યે રસી તથા 18 વર્ષથી ઉપરના લોકોને રજીસ્ટ્રેશન વિના રસી આપવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ 18 થી 44 વર્ષની વય ધરાવતાં લોકોએ રસી મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું અને સ્લોટ નહિ મળવાના કારણે તેઓ રસી મુકાવી શકતા ન હતાં. હવે 18થી 44 સુધીની વય ધરાવતાં લોકો હવે કોવિન એપ્લિકેશન કે વેબસાઇટ પર નોંધણી કરાવ્યા વગર સીધા જ રસીકરણ કેન્દ્ર પર જઈને વેક્સીન લઈ શકશે. આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે એક હજાર કરતાં વધારે કેન્દ્રો પર રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના બોડકદેવના વેક્સિનેશન સેન્ટર પર દેશના ગૃહમંત્રી અમિત શાહે આ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લઈને લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT