Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: ઉનાળાની કાળઝાળ ગરમીમાં આવી વસ્તુ આરોગતાચેતજો, જુઓ આરોગ્ય વિભાગે ખાણીપીણી બજારમાં શું કરી કાર્યવાહી

અમદાવાદ મહાનગર પાલિકાનો સપાટો રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં ખાણીપીણી બજારમાં ચેકિંગ હાથ ધરાયું અખાદ્ય વસ્તુઓનો કરાયો નાશ વેપારીઓ પાસે દંડ વસુલ કરાયો

X

ઉનાળાની કાળઝાળ ગરમીમાં અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચકયું છે ત્યારે મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે અને ખાણીપીણીના બજારમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે

રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં રોગચાળાએ માથુ ઉચકયું છે. કાળઝાળ ગરમીના કારણે પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે અને અનેક લોકો તાવ તેમજ ઝાડા,ઉલટી સહિતની તકલીફનો સામનો કરી રહ્યા છે. આ બાબતની અનેક ફરિયાદો અમદાવાદ મહાનગર પાલિકાને મળતા તંત્ર હરકતમાં આવ્યું છે અને ચેકિંગ ખાણીપીણી બજારમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.મહાનગર પાલિકાની 4 ટીમોએ જોધપુર, પ્રહલાદ નગર , સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં જે તે સ્ટોર અથવા લારીઓ પર ખુલ્લામાં મૂકવામાં આવેલ ખાણીપીણીની વસ્તુને કચરા પેટીમાં નાખી નષ્ટ કરવામાં આવી હતી. તો બીજી તરફ સ્વરછતા પણ ન જળવાતી હોય તો તેમને નોટિસ આપી દંડ ફટકારવામાં આવે છે.આરોગ્ય વિભાગની ટીમના ચેકિંગમાં અનેક વસ્તુઓ સડેલી હાલતમાં મળી આવી હતી શહેરીજનોના આરોગ્ય સામે જોખમરૂપ હોવાનું પુરવાર થાય છે

Next Story