Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: સાયન્સ સિટીમાં પેગ્વિન બનશે આકર્ષણ, 6 પેગ્વિન લાવવામાં આવ્યા

અમદાવાદમાં સાયન્સ સિટીમાં શરૂ થયેલી એક્વેટિક ગેલેરી અને રોબોટિક્સ ગેલેરીએ લોકો માટે જુદા પ્રકારનું આકર્ષણ ઉભું કર્યું છે

અમદાવાદ: સાયન્સ સિટીમાં પેગ્વિન બનશે આકર્ષણ, 6 પેગ્વિન લાવવામાં આવ્યા
X

અમદાવાદમાં સાયન્સ સિટીમાં શરૂ થયેલી એક્વેટિક ગેલેરી અને રોબોટિક્સ ગેલેરીએ લોકો માટે જુદા પ્રકારનું આકર્ષણ ઉભું કર્યું છે ત્યારે સાયન્સ સિટીમાં 6 પેંગ્વિન લાવવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકાથી લાવવામાં આવેલા 6 પેંગ્વિન હાલ 15 દિવસ માટે ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યા છે.દિવાળી સુધીમાં સાયન્સ સિટીના મુલાકાતીઓ પેંગ્વિન નિહાળી શકે એવી શક્યતા છે. સાયન્સ સિટીના અધિકારીઓના જણાવ્યા મુજબ પેંગ્વિન ખાસ પ્રકારના કન્ટેનરમાં સાઉથ આફ્રિકાથી બાય રોડ અમદાવાદ લાવવામાં આવ્યા હતા.

પેંગ્વિન આફ્રિકાથી અમદાવાદ લાવવા માટે એક મહિના કરતા વધુ સમય અભ્યાસ કરવામાં આવ્યો હતો તથા તમામ પાસાઓ ચકાસવામાં આવ્યા હતા. પેંગ્વિનની નવી પાંખો આવ્યા બાદ તેમને કન્ટેનરમાં લાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી.પેંગ્વિનનો આહાર તેના પ્રદેશ બદલાતા જુદો જુદો જોવા મળતો હોય છે પણ તેમનાં પ્રાથમિક આહારમાં નાની પેલેજિક માછલી જેવી કે પિલચાર્ડ્સ, એન્કોવીઝ, હોર્સ મેકરેલ અને હેરિંગનો સમાવેશ થાય છે. આ પેંગ્વિન પૂરતા પ્રમાણમાં સાચવવા માટે સ્વિટ્ઝરલેન્ડની કંપનીના ટ્રેઈન્ડ 80 મરીન સ્ટાફને એપોઈન્ટ કરવામાં આવ્યા છે.પેગ્વિન માટે ખાસ માઇનસ ડિગ્રીનું શેલ્ટર ઉભું કરવામાં આવ્યું છે

Next Story