Connect Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાની સભાની ચૂંટણીમાં AIMIM ઝંપલાવશે, 65 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે !

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યની રાજનીતિ માટે મોટા સમાચાર આવી રહ્યા છે

ગુજરાત વિધાનસભાની સભાની ચૂંટણીમાં AIMIM ઝંપલાવશે, 65 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે !
X

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યની રાજનીતિ માટે મોટા સમાચાર આવી રહ્યા છે ઓવેસી પાર્ટી AIMIM ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે. AIMIM અમદાવાદ શહેરમાંથી 5 બેઠક પરથી ચૂંટણી લડશે. ઓવેસી પાર્ટી ગુજરાતમાં કુલ 65 બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે આગામી તારીખ 1-2 સપ્ટેમ્બરના રોજ ઔવેસી ગુજરાત આવશે અને જન સભાને સંબોધન કરશે. AIMIM પાર્ટીની તાજેતરમાં હોદ્દેદારોની એક બેઠક મળી હતી. જેમાં પ્રદેશ હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં અમદાવાદમાં પાંચ સીટ પર ઉમેદવાર ઉભા કરવાનું નક્કી કર્યું છે. જેમાં જમાલપુર, ખાડીયા, બાપુનગર, દરીયાપુર, વેજલપુર, દાણીલીમડાનો સમાવેશ થાય છે. તો ગુજરાતમાં 65 જગ્યાએથી ઉમેદવાર ઊભા કરશે. પાર્ટી જે જગ્યાએ 60થી 65 હજાર મુસ્લિમ મતદારો છે એ બેઠક પર ઉમેદવારો ઊભા રાખશે.

Next Story