Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર રાજ્યમાં નવા મંત્રીમંડળમાં ખાતાની ફાળવણી .....હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા

X

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો-રિપિટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યા છે. ત્યારે સ્વર્ણિમ સંકુલ ખાતે શપથ ગ્રહણ કર્યા બાદ કેબિનેટ, રાજ્ય કક્ષા અને સ્વતંત્ર હવાલા મેળવનાર મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્વર્ણિમ સંકુલ ખાતે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. બેઠક બાદ તમામને ખાતાની ફાળવણી કરાઈ છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ અને કાયદો, હર્ષ સંઘવીને ગૃહ, જીત વાઘાણીને શિક્ષણ, રાઘવજી પટેલ કૃષિ, બ્રિજેશ મેરજા શ્રમ અને રોજગાર, પ્રદીપ પરમાર સામાજિક અને ન્યાય ખાતું ફાળવવામાં આવ્યું છે.રાઘવજી પટેલ કૃષિ વિભાગ તો મુકેશ પટેલ કૃષિ રાજ્યમંત્રી બન્યા છે તો કનુ દેસાઈ નાણાં વિભાગ ફાળવવામાં આવ્યો છે કેશોદના દેવાભાઈ માલમ ઉર્જા રાજ્ય મંત્રી બન્યા છે તો બ્રિજેશ મેરજા શ્રમ અને રોજગાર વિભાગ



મનીષા વકીલ ને મહિલા અને બાળ વિકાસ વિભાગ જીતુ ચૌધરી પાણી પુરવઠા વિભાગ અર્જુનસિંહ ગ્રામ વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ અરવિંદ રૈયાણી વાહનવ્યવહાર વિભાગ આર.સી.મકવાણા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ આપવામાં આવ્યો છે આખા મંત્રીમંડળમાં મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને જેકપોટ લાગ્યો છે.

Next Story