સાબરકાંઠા: અંબાજી પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પ, મુસ્લિમ મહિલા પણ આપે છે સેવા !

ભાદરવી પૂનમે પગપાળા જતા ભક્તોને શુધ્ધ અને સાત્વિક ભોજન, પાણી અને માલીશની સેવા મળી રહે એ માટે સાબરકાંઠા જિલ્લામાં અમદાવાદના એક માઈ ભક્તે સેવા કેમ્પ શરૂ કર્યો છે

New Update

બોલ માડી અંબે જય જગદંબે

અંબાજી જતા શ્રધ્ધાળુઓ માટે સેવા કેમ્પ

સાબરકાંઠા જિલ્લામાં સેવા કેમ્પ શરૂ કરાયો

અમદાવાદના સ્વયં સેવક દ્વારા સેવા કેમ્પનું આયોજન

મુસ્લિમ મહિલા પણ આપે છે સેવા

ભાદરવી પૂનમે પગપાળા જતા ભક્તોને શુધ્ધ અને સાત્વિક ભોજન, પાણી અને માલીશની સેવા મળી રહે એ માટે સાબરકાંઠા જિલ્લામાં અમદાવાદના એક માઈ ભક્તે સેવા કેમ્પ શરૂ કર્યો છે

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા અંબાજી માતા અને બનાસકાંઠામાં અંબાજી ખાતે ભાદરવી પૂનમે દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવા માટે જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં સ્થાનિકોની સાથે સાથે અન્ય જિલ્લામાંથી આવીને વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતા માઈભક્તો પણ સામેલ છે. આવા જ એક માઈભક્ત છે અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રહેલા  અતુલભાઈ પટેલ. જેઓ વર્ષ 2001થી યથાશક્તિ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. શરૂઆતમાં તેઓએ માલીશની સેવાથી શરૂઆત કરી હતી બાદમાં ધીમે ધીમે કેમ્પમાં 24 કલાક ભોજન, નાસ્તો, ચા, પાણી જેવી સુવિધાઓ પદયાત્રીઓ માટે શરૂ કરી છે.આ કેમ્પ ભાદરવા સુદ અગિયારસના દિવસ સુધી 24 કલાક ધમધમે છે. તેમની સાથે અમદાવાદથી ખાસ સેવા આપવા આવેલા 160થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહે છે. જેમાં મોટાભાગના સ્વયંસેવક 50 વર્ષથી વધુ વયના છે. ખાસ વાત એ પણ છે કે જે પણ સ્વયં સેવકો અહી સેવા બજાવે છે તે તમામ માટે અતુલભાઈએ વીમાની પણ વ્યવસ્થા કરી છે જેથી અણધારી આફતના સમયે વીમા સુરક્ષા કવચ મળી રહે. આ કેમ્પના સ્વયંસેવકોમાં એક મુસ્લિમ મહિલા બધાથી અલગ તરી આવે છે. મુસ્લિમ અને વૃદ્ધ હોવા છત્તા પણ તેઓ છેલ્લા 30 વર્ષોથી પદયાત્રીઓની સેવામાં હોંશેહોંશે સામેલ થાય છે. 60 વર્ષ પાર કરી ચૂકેલા બીબીબેન પોતાના સ્વાસ્થ્યની પણ પરવા કર્યા વિના પદયાત્રીઓની થાક ઉતારવા માટે માલીશની સેવા કરે છે. જે સાચાઅર્થમાં કોમી એક્તા અને નિસ્વાર્થ સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ છે
Latest Stories