Connect Gujarat
ગુજરાત

અમરેલી : પાલિકામાં જ નથી ફાયર સેફ્ટીની સુવિધા, વિરોધ પક્ષે ફાયર રિફિલ સિલિન્ડરની ભેટ આપી દર્શાવ્યો વિરોધ

શહેર નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી પાલિકાના વિરોધ પક્ષના નેતાએ ચીફ ઓફિસરને ફાયર રિફિલ સિલિન્ડરની ભેટની આપી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.

X

અમરેલી શહેર નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી પાલિકાના વિરોધ પક્ષના નેતાએ ચીફ ઓફિસરને ફાયર રિફિલ સિલિન્ડરની ભેટની આપી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.

અમરેલી શહેર જિલ્લામાં છેલ્લા ઘણા સમયમાં કોમર્શિયલ, રેસિડેન્ટ ફ્લેટસમાં ફાયર સેફ્ટીના અભાવે આગ લાગવાના જીવલેણ અકસ્માતોના બનાવ બન્યા છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે, અમરેલી પાલિકાના નવનિર્મિત બિલ્ડીંગમાં જ ફાયર સેફ્ટીની સુવિધા નથી, અને દુઃખની વાત તો એ છે કે, આ બાબતે પાલિકાના ચીફ ઓફિસરને જાણ જ નથી કે, પાલિકામાં જ ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ છે. હવે તો નવા બાંધકામ સમયે પહેલેથી જ ફાયર સેફ્ટીની સુવિધા હોય તો જ પાલિકા એનઓસી આપે છે, તો પાલિકાના નવા બિલ્ડીંગનું એનઓસી કોણે આપ્યું હશે તેવા ગંભીર સવાલો ઉભા થયા છે.

ફાયર વિભાગ દ્વારા તાજેતરમાં જે કોમર્શિયલ, રેસિડેન્સી ફ્લેટસ, શાળા, કોલેજોમાં ચેકીંગ કરી ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેવા મકાનોને સિલ મારવાની કામગીરી કરાય હતી, ત્યારે અમરેલી વિરોધ પક્ષના નેતા રહીમ કુરેશી અને પાલિકામાં ચૂંટાયેલ કોંગ્રેસના 9 સભ્યો દ્વારા અનોખી રીતે વિરોધ દર્શાવી પાલિકાના ચીફ ઓફિસરને ફાયર રિફિલ સિલિન્ડરની ભેટ આપી હતી. વિપક્ષ નેતાએ કહ્યું હતું કે, પહેલા આપણા ઘરનું જોવાય પછી બહાર જોવા જવાય, સામે પાલિકાના ચીફ ઓફિસરે જવાબ આપતા જણાવ્યું હતું કે, હું ફાયર વિભાગ સાથે ચર્ચા કરી લઈશ અને જો, ફાયર સેફ્ટીની સુવિધા પાલિકા બિલ્ડીંગમાં જ નહીં હોય તો વહેલી તકે ઘટતું કરવા સૂચના આપવામાં આવશે.

Next Story