/connect-gujarat/media/post_banners/9f4b44b752695bd9deec09fb17b4957236c158437d29e3ea284ff33e7e27df58.jpg)
હાલમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે અમરેલી જિલ્લાના જાફરાબાદ, નવા બંદર, રાજપરા. શિયાળ બેટ સહિતના બંદરો ખાતે માછીમારી કરતાં માછીમારોને કરોડો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. અમરેલી જિલ્લાના 4 બંદરોના માછીમારો બુબલા અને બોમ્બે ડક મચ્છી વેચવાનો વ્યવસાય કરે છે. અહી દૂર દૂર સુધી દરિયામાં ફિશિંગ કરી બુબલા-મચ્છી લાવવામાં આવે છે. આ મચ્છીની સુકવણી બાદ બંડલો બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. પરંતુ આ સમયે વરસાદના કારણે તેમાં જીવાત બેસી જાય છે. ઉપરાંત બુબલા મચ્છીને ફેંકવાની નોબત સાથે મજૂરી પણ આપવી પડે છે.ખેડૂત બાદ માછીમારોને પણ કમોસમી વરસાદની અસર
સુકવેલી મચ્છીના બંડલો વરસદમાં પલડી જતાં નુકશાન
એક બાજુ તાઉતે વાવાઝોડાએ માછીમારોની કમર તોડી નાખી હતી, ત્યારે હવે તેમાંથી બહાર આવવાની કોશિશ કરતાં માછીમારોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. નાના મોટા વાવાઝોડાના કારણે વરસાદ થવાથી અહીના મુખ્ય ચારેય બંદરોમાં માછીમારો સાવ બેહાલ થઇ ગયા છે. જેવી રીતે સરકાર દ્વારા ખેડૂતો માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તેમ માછીમારોને ટકાવી રાખવા કઈક રાહત જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.