અમરેલી : હરિયાણા પાસિંગના કન્ટેનરમાંથી વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગર પોલીસ ગિરફતમાં

મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના ધારી પોલીસ મથકમાં હરિયાણા પાસિંગના કન્ટેનરમાં વિદેશી દારૂ આવ્યો હતો.

New Update
અમરેલી : હરિયાણા પાસિંગના કન્ટેનરમાંથી વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગર પોલીસ ગિરફતમાં

અમરેલીના બુટલેગરો દારૂનું કન્ટેનર મંગાવીને વિદેશી દારૂ કટીંગ કરીને અલગ અલગ સ્થળે મોકલે તે પહેલાં ધારી પોલીસે સાડા ત્રેવીસ લાખનો દારૂ અને વાહનો મળી અડધા કરોડના મુદ્દામાલ સાથે 1 શખ્સની ધરપકડ કરી લીધી હતી..

મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના ધારી પોલીસ મથકમાં હરિયાણા પાસિંગના કન્ટેનરમાં વિદેશી દારૂ આવ્યો હતો. જે ગત તા.14 જુનની મોડી રાત્રીએ દલખાણીયા અને ગોવિંદપુરની જંગલની સીમમાં કટીંગ થાય તે પહેલા ધારી પોલીસે બાતમીના આધારે રેઇડ કરતા કન્ટેનરમાં વિદેશી દારૂની 341 પેટી એટલે કે 8052 વિદેશી દારૂની બોટલો જેની કિંમત 23 લાખ 50 હજાર થાય છે. જ્યારે કન્ટેનર સાથે બોલેરો ગાડી, ડસ્ટર ગાડીમાં વિદેશી દારૂ સગેવગે થાય તે પહેલાં પોલીસે ઝડપી લેતા સ્થળ પરથી દલખાણીયાનો બુટલેગર હિંમત રાણાવાડીયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે કન્ટેનર ચાલક, બોલેરો ચાલક અને ડસ્ટર ગાડીનો ચાલક અંધારાનો લાભ લઈને જંગલના રસ્તે ફરાર થઈ જવામાં સફળ થયેલા હતા. જિલ્લામાં પોલીસનો ખૌફ ઓસરી ગયો હોય તેમ વિદેશી દારૂનું કન્ટેનર સાથે 341 વિદેશી દારૂ અને મુદ્દામાલ સાથે અડધા કરોડની કિંમત જપ્ત કરી લઈને ક્યાંથી વિદેશી દારૂ આવ્યો, કોણે મંગાવ્યો, ક્યાં કટીંગ કરીને દારૂ મોકલવાનો હતો, કોણ કોણ આ દારૂના રેકેટમાં સંડોવાયેલ છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Latest Stories