Connect Gujarat
ગુજરાત

અમરેલી : APMC સેન્ટરો પર જાહેર બોર્ડ લાગ્યા, વરસાદની આગાહી સામે ખેડૂતો-વેપારીઓને સતર્ક કરાયા

APMC સેન્ટરો પર જાહેર બોર્ડ મારી ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહી સામે સતર્કતા રાખવા હેતુ સૂચના આપી દેવામાં આવી છે.

X

અમરેલી જિલ્લાના એપીએમસી સેન્ટરો પર જાહેર બોર્ડ મારી ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહી સામે સતર્કતા રાખવા હેતુ સૂચના આપી દેવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા કરાયેલ વરસાદની આગાહીના પગલે અમરેલી જિલ્લાના એપીએમસી સેન્ટરો પર જાહેર બોર્ડ મારીને ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહી સામે સતર્કતા રાખવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે, ત્યારે ખેડૂતો પણ પોતાની ખેત જણસો ઢાંકીને લાવી રહ્યા છે. હાલ સીઝન હોય અને ખેડૂતો માલ ખુલ્લા ખેતરોમાંથી યાર્ડમાં લાવવા તાડપત્રી, પ્લાસ્ટિક ઢાંકીને ખેત જણસોની સાવચેતી રાખી રહ્યા છે. વેપારીઓ ખરીદેલી ખેત જણસો યાર્ડમાં પતરાના શેડ નીચે ગોઠવી દીધી છે. જો વરસાદ અવે તો ખેત જણસો પલળે નહીં, તેની તકેદારી જિલ્લાના દરેક એપીએમસી સેન્ટરોમાં જોવા મળી રહી છે.

Next Story