અમરેલી : સાવરકુંડલામાં વરસાદે વેર્યો વિનાશ,સરગવા,કપાસ અને મગફળીના પાકમાં વ્યાપક નુકસાન

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંબરડી ખાતે પવનના જોર સાથે વરસેલા વરસાદથી ખેતીના પાકમાં ભારે નુકસાની પહોંચી હતી,જેના કારણે ખેડૂતો ચિંતાગ્રસ્ત બની ગયા હતા.

New Update

અમરેલીમાં ખાબક્યો પવનના જોર સાથે વરસાદ 

સાવરકુંડલામાં ખેતીના પાકને થયુ નુકસાન 

સરગવાના 200 જેટલા વૃક્ષને પહોંચ્યું નુકસાન

કપાસ મગફળીના પાકમાં પણ વરસાદે વેર્યો વિનાશ 

ખેતીમાં નુકસાનથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી  

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંબરડી ખાતે પવનના જોર સાથે વરસેલા વરસાદથી ખેતીના પાકમાં ભારે નુકસાની પહોંચી હતી,જેના કારણે ખેડૂતો ચિંતાગ્રસ્ત બની ગયા હતા.
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો,જેના કારણે પવનના જોર સાથે વરસાદ ખાબક્યો હતો.પવન અને વરસાદના જોર સામે 15 વીઘામાં વાવેતર કરવામાં આવેલા સરગવાના વૃક્ષ તૂટી ગયા હતા,પરિણામે સરગવાના 200 જેટલા વૃક્ષને નુકસાન પહોંચ્યું હતું. દિવાળી પછી ખેડૂતો પાક આવવાની રાહ જોઈને બેઠા હતા પરંતુ ખેડૂતે નુકસાન વેઠવાનો વખત આવ્યો હતો.આ ઉપરાંત કપાસ,મગફળીના પાકને પણ વ્યાપક નુકશાન થયું હતું.અને ખેડૂતોએ વરસાદે વેરેલા વિનાશથી ભારે નુકસાનની વેઠવાનો વારો આવ્યો છે.
Latest Stories