અમરેલી: રાંઢીયા ગામે એક જ પરિવારના ચાર બાળકોના કારમાં ગૂંગળાઈ જવાથી રહસ્યમય મોતથી અરેરાટી વ્યાપી

અમરેલી જિલ્લાના રાંઢીયા ગામે ખેત મજૂરી કરતા પરિવારના ચાર માસૂમ બાળકો કારમાં રમતા હતા, જોકે કારનો દરવાજો લોક થઈ જતા તમામ બાળકોના શ્વાસ રૂંધાવાના કારણે કરુણ મોત નિપજ્યા હતા.

New Update

અમરેલી જિલ્લાના રાંઢીયા ગામે ખેત મજૂરી કરતા પરિવારના ચાર માસૂમ બાળકો કારમાં રમતા હતા, જોકે કારનો દરવાજો લોક થઈ જતા તમામ બાળકોના શ્વાસ રૂંધાવાના કારણે કરુણ મોત નિપજ્યા હતા. બનાવને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

Advertisment
અમરેલી જિલ્લાના રાંઢીયા ગામે ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના પરિવારના ચાર માસૂમ બાળકો વાડી પાસે પાર્ક કરેલી કારમાં રમવા માટે ગયા હતા,જોકે કારનો દરવાજો લોક થઇ ગયા બાદ બાળકો લોક ખોલી શક્યા નહતા.જેના કારણે ચાર માસુમ જિંદગીનો શ્વાસ રૂંધાય જવાના કારણે ચારેય બાળકો કરુણ મોતને ભેટ્યા હતા,જેમાં બે બહેન અને બે ભાઈની જિંદગી ગૂંગળાઈ ગઈ હતી.
બનાવની જાણ થતા જ મૃતક બાળકોના પરિવારજનો અને વાડીના માલિક ભરત માંડાણી દોડી આવ્યા હતા,અને પોલીસને જાણ કરવામાં આવી હતી,પોલીસે મૃતક બાળકોના મૃતદેહનો કબજો મેળવીને FSL પોસ્ટમોર્ટમ અને વિસેરાના નમૂના લઈને જરૂરી તપાસ શરૂ કરી હતી.હાલમાં ઘટનામાં પોલીસે અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.  
Latest Stories