અમરેલી : બે માર્ગ અકસ્માતમાં ત્રણના મોત,બે ઈજાગ્રસ્ત,બેકાબુ કાર ઝાડ સાથે ભટકાય,બીજી તરફ બસ અને પીકઅપ વાન વચ્ચે સર્જાઈ ટક્કર

અમરેલી જિલ્લાના બગોદરા અને લાઠીમાં બે માર્ગ અકસ્માત સર્જાયા હતા,જેમાં એક બેકાબુ કાર ઝાડ સાથે ભટકાતા ત્રણ લોકો કરૂણ મોતને ભેટ્યા હતા,

New Update
  • માર્ગ અકસ્માતની બે ઘટનાઓ સર્જાય

  • બેકાબુ કાર ઝાડ સાથે ભટકાતા ત્રણના મોત

  • ખાનગી બસ અને પીકઅપ વાન વચ્ચે ટક્કર

  • બે અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત

  • પોલીસે શરૂ કરી ઘટનાની તપાસ 

અમરેલી જિલ્લાના બગોદરા અને લાઠીમાં બે માર્ગ અકસ્માત સર્જાયા હતા,જેમાં એક બેકાબુ કાર ઝાડ સાથે ભટકાતા ત્રણ લોકો કરૂણ મોતને ભેટ્યા હતા,જ્યારે અન્ય એક રોડ એક્સિડન્ટમાં ખાનગી બસ અને પીકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર સર્જાય હતી,બંને ઘટના મળીને બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અમરેલી જિલ્લાના બગસરા નજીક બુધવારે 17 ડિસેમ્બરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બગસરાના હડાળા અને ડેરી પીપરીયા ગામ વચ્ચે એક કાર રોડ પરથી નીચે ઉતરી જતાં આ ભયંકર દુર્ઘટના થઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. વહેલી સવારે પૂરપાટ ઝડપે દોડતી કાર અચાનક રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. ત્યારબાદ તે ઝાડ તેમજ અન્ય વસ્તુઓ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ કારમાં કુલ ચાર લોકો સવાર હતા. આ ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છેજ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છેજેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અકસ્માતની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કારને ભારે નુકસાન થયું હોવાથી તેમાં સવાર લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી અને અકસ્માત કયા કારણોસર થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

જ્યારે માર્ગ અકસ્માત લાઠી નજીક સર્જાયો હતો,જેમાં ખાનગી બસ અને પીકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.ઘટના અંગે જાણ અમરેલી ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના જવાનો દોડી આવીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.અને પીકઅપ વાનમાં ફસાયેલા ઈજાગ્રસ્ત યુવકને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.સર્જાયેલા અકસ્માતમાં બસ અને પીકઅપ વાનમાં મોટું નુકસાન થવા પામ્યું હતું,જ્યારે ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

Latest Stories