લીલીયા ગ્રામ પંચાયત કચેરીએ સ્થાનિકોનો વિરોધ
ગ્રામ પંચાયતની બેદરકારીના આક્ષેપ સાથે વિરોધ
ચોમાસાના વરસાદી પાણી ભરાતા સ્થાનિકો ત્રસ્ત
ચોમાસા અને ગટરના ગંદા પાણીમાં ફુલ અર્પણ કર્યું
ગ્રામજનોએ ઢોલ અને નગારા વગાડી હલ્લાબોલ કર્યો
અમરેલી જિલ્લાની લીલીયા ગ્રામ પંચાયતની બેદરકારીના આક્ષેપ સાથે ગ્રામજનોએ ઢોલ અને નગારા વગાડી અનોખી રીતે હલ્લાબોલ કર્યો હતો.
અમરેલી જિલ્લાની લીલીયા ગ્રામ પંચાયતની બેદરકારી સામે ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. લીલીયાના સાંઇનાથ પરા, સિવિલપરા, વેલનાથ પરા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસાના વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે ત્રસ્ત સ્થાનિકો દ્વારા ગાંધીગીરી કરવામાં આવી હતી. ચોમાસાના અને ગટરના ગંદા પાણીમાં ફુલ અર્પણ કરી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ ગ્રામજનોએ લીલીયા ગ્રામ પંચાયત કચેરીએ ઢોલ-નગારા વગાડી અનોખી રીતે હલ્લાબોલ કર્યો હતો. 200થી વધુ સ્થાનિકોનું ટોળું તાલુકા પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યું હતું.