Connect Gujarat
ગુજરાત

અમરેલી : 2 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ, ગાંજો આપનાર 2 શખ્સો ફરાર...

X

ગાંજાના જથ્થા સાથે પોલીસે કરી મહિલાની ધરપકડ

પોલીસે 2.15 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

ગાંજો આપનાર 2 શખ્સની ધરપકડના ચક્રો ગતિમાન

કેફી પદાર્થોથી યુવાધનને નશાના રવાડે ચડાવી દેવાની મેલી મુરાદ ધરાવતા તત્વો સામે પોલીસ સજાગ હોય, ત્યારે અમરેલી એસઓજીએ બાતમીને આધારે અમરેલીની મહિલાને ગાંજા સાથે ઝડપી પાડીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. જેતુન ઉર્ફે નજુ અબુશા ઓઠા જે અમરેલીના મોટા કસ્બાવાડ પાસે રહે છે. જે નશીલા પદાર્થનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે અમરેલી SOGએ રેઇડ કરતા મહિલા 2 કિલો 15 ગ્રામ ગાંજો વેચતી ઝડપાઈ ગઈ હતી. નશીલા પદાર્થ દ્વારા યુવાનોને નશામાં ધકેલવાની કામ કરતી મહિલાની SOGએ ધરપકડ કરી હતી. એટલું જ નહીં, આ ગાંજો મહિલા સુધી કોને પહોચતો કર્યો, તે અંગે તપાસ કરતા સોહિલ હારુન અગવાન અને સમીર જમાલ કુરેશીના નામો સામે આવતા મહિલા સહિત 2 પુરુષ વિરુદ્ધ ગુન્હો નોંધી ગાંજાના વેંચાણનું નેટવર્ક ક્યાંથી શરૂ થયું અને કોણ કોણ ગાંજો લઈ જાય તે અંગે અમરેલી SOG દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જોકે, મહિલાને ગાંજો આપનાર બન્ને પુરુષો હાલ છૂટયા હોય, જેઓને વહેલી તકે ઝડપી લેવા પોલીસે કવાયત શરૂ કરી છે.

Next Story