Connect Gujarat

દાદાને મળવા બેન વતન આવશે ! રાજકારણમાં મોટી ઊથલપાથલો વચ્ચે શનિ-રવિ આનંદીબેન પટેલ ગાંધીનગર આવશે

દાદાને મળવા બેન વતન આવશે !  રાજકારણમાં મોટી ઊથલપાથલો વચ્ચે શનિ-રવિ આનંદીબેન પટેલ ગાંધીનગર આવશે
X

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નજીકના ગણાતા ભૂપેન્દ્ર પટેલ હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. ભૂપેન્દ્ર પટેલની સીએમ તરીકેની શપથવિધિ બાદ આજે સાંજે 4:20 વાગ્યાની આસપાસ નવા મંત્રીઓની પણ શપથધિવિ યોજાશે. ત્યારે આનંદીબેન પટેલ આગામી શનિ-રવિ બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. તેઓ ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાને રોકાવાના છે. જ્યાં તેઓ નવા મુખ્યમંત્રી તેમજ નવા મંત્રીઓ સાથે મુલાકાત કરશે.

સાથે જ નવા મુખ્યમંત્રી તેમજ નવા મંત્રીમંડળથી નારાજ મંત્રીઓ પણ આનંદીબેનની મુલાકાત કરી શકે છે. આનંદીબેન પટેલની ગુજરાત મુલાકાત ભાજપના રાજકારણ માટે ઘણી સૂચક મનાય રહી છે. સામાન્યરીતે આનંદીબેન પટેલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ હોવાથી પ્રોટોકોલ પ્રમાણે રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપી શકે નહીં. પરિણામે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની શપથવિધિમાં તેઓ હાજર નહીં રહે. પરંતુ શનિ-રવિમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ તેમને મળવા માટે તેઓના નિવાસસ્થાને જશે. ખાસ કરીને ગુજરાતના નવા મુખ્યમંત્રીની નિમણૂકમાં આનંદીબેન પટેલ જૂથનું વર્ચસ્વ વધુ હોવાની ચર્ચા ચાલી રહી છે.

Next Story
Share it