/connect-gujarat/media/post_banners/4cc24a36c4b5525c2578a5f8214db2e6de0a56572002c547bd01b59e2e154d91.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક શાંતિનગર-2માં આવેલ લાકડાના ગોડાઉનમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની ઘટનાથી આસપાસના લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં જ લાકડાના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકા, પાનોલી અને ઝઘડીયાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ 5થી વધુ ફાયર ટેન્ડરની મદદથી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો, ત્યારે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે, આગની ઝપેટમાં આવી જતાં 10થી 12 જેટલા લાકડાના ગોડાઉન બળીને ખાખ થયા છે. હાલ તો આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ શોર્ટસર્કિટ બાદ આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.