અંકલેશ્વર: નર્મદા નર્સિંગ કલાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાના આક્ષેપ

અંકલેશ્વરમાં નર્સિંગ કલાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પોલીસને અરજી આપવામાં આવી છે

New Update
Advertisment
  • અંકલેશ્વરમાં આવેલ છે નર્સિંગ કલાસીસ

  • કલાસીસમાં યુવતીઓ કરે છે અભ્યાસ

  • યુવતીઓએ સંચાલકો સામે કર્યા આક્ષેપ

  • સંચાલકો દ્વારા છેતરપીંડી કરાતી હોવાના આક્ષેપ

  • બી ડિવિઝન પોલીસને અરજી અપાય

Advertisment
અંકલેશ્વરમાં નર્સિંગ કલાસીસના સંચાલકો દ્વારા આદિવાસી યુવતીઓ સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પોલીસને અરજી આપવામાં આવી છે.
અંકલેશ્વરના આંબાવાડીમાં રહેતી રશ્મીબેન મુળજી વસાવા સહીત ૨૯ વિદ્યાર્થીનીઓએ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલ નર્મદા પેરામેડીકલ નર્સિંગ કલાસીસમાં એડમીશન લીધા બાદ રિઝલ્ટ આપવા માટે રૂપિયાની માંગ કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેથી  કોલેજની વિદ્યાર્થીનીઓએ દસ્તાવેજ પરત માંગતા એ આપવા માટે પણ વધુ રૂપિયાની માંગ કરવામાં આવતી હોવાના આક્ષેપ કરાયા છે.આ બાબતે વિદ્યાર્થીનીઓ દ્વારા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે અને તપાસની માંગ કરવામાં આવી છે.પોલીસે આ મામલે તપાસ સુધી સત્તાવાર નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો.
Latest Stories