અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં લ્યુપિન કંપની દ્વારા રૂપિયા 25 લાખના ખર્ચે નિર્માણ પામેલ ઓક્સિજન પ્લાન્ટનું સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કોરોનાની બીજી લહેર સમયે સમગ્ર રાજયમાં ઓક્સિજનની ખુબ જ અછત વર્તાય હતી અને ઓક્સિજન મેળવવા લોકોએ પડાપડી કરી મૂકી. હવે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે એવા સમયે ઓદ્યોગીક એકમો સામાજિક સેવા માટે આગળ આવી રહ્યા છે. અંકલેશ્વરની લ્યુપિન કંપની દ્વારા જયાબહેન મોદી હોસ્પિટલમાં રૂપિયા 25 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજરોજ ડો.દેશબંધુ ગુપ્તાના મેમોરિયલ ડે નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ,કલેક્ટર ડો.એમ.ડી.મોડીયા,પ્રાંત અધિકારી રમેશ ભાગોરા,ઉધ્યોગપતિ કમલેશ ઉદાણી, લ્યુપિન કંપનીના હેડ પ્રવીણ ઘડવી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.