Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : સેંગપુર ગામે મકાનમાં વિદેશી દારૂ છુપાવી રાખીને વેચાણ કરતાં 2 બુટલેગરો ઝડપાયા…

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે LCB પોલીસે 2 બુટલેગરોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર : સેંગપુર ગામે મકાનમાં વિદેશી દારૂ છુપાવી રાખીને વેચાણ કરતાં 2 બુટલેગરો ઝડપાયા…
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે LCB પોલીસે 2 બુટલેગરોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વરના સેંગપુર ગામના મોટા ફળીયામાં રહેતો બુટલેગર ગામની નવી વસાહતના મકાનમાં દારૂ સંતાડી રાખીને વેચાણ કરે છે, ત્યારે બાતમીના આધારે પોલીસે સેંગપુર ગામની નવી વસાહતમાં દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 14 નંગ બોટલ મળી કુલ રૂપિયા 6 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, ત્યારે હાલ તો LCB પોલીસે 2 બુટલેગરોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story