/connect-gujarat/media/media_files/2025/02/01/7LgwqekRiHPPZiOPjDeL.jpg)
ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છે. ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે મહાકુંભમાં ગયા છે. મહાકુંભમાં ગયેલ રાજકોટનાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો
રાજકોટ ખાતે બજરંગવાડી વિસ્તારમાં રહેતા પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા કિરીટસિંહ રણજીતસિંગ રાઠોડ તેમનાં પરિવાર તેમજ મિત્ર દંપતી સાથે મહાકુંભમાં ગયા હતા. ત્યારે અચાનક તેઓને શ્વાસ ચડતા રાયબરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું. તેમનાં મૃતદેહને ગત રોજ રાજકોટ ખાતે લાવવામાં આવ્યો..