Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો,58 લાખનો મુદ્દામાલ જપ્ત

શામળાજી પોલીસ દ્વારા વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે એક આરોપીની ધરપકડ કરી રૂપિયા 58.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે

X

અરવલ્લીની શામળાજી પોલીસ દ્વારા વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે એક આરોપીની ધરપકડ કરી રૂપિયા 58.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે

અરવલ્લી જિલ્લો રાજસ્થાનને જોડતો સરહદી જિલ્લો છે ત્યારે બુટલેગરો દ્વારા વિદેશી દારૂ સતત અરવલ્લી જિલ્લામાંથી પસાર કરવામાં આવતો હોય છે.અરવલ્લી જિલ્લા પોલીસ પણ હવે સતર્ક બની છે શામળાજી પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં શામળાજી પોલીસે બાતમીના આધારે અણસોલ નજીકથીએક કન્ટેનર ઝડપ્યું હતું.પોલિસ દ્વારા ચેકિંગ કરવામાં આવતા કન્ટેનરમાં વિદેશી દારૂ ભરેલો હતો.શામળાજી પોલીસે કન્ટેનરમાંથી 784 પેટી જેમાં 24,024 વિદેશી દારૂની બોટલ ઝડપી હતી જેની કિંમત 48.53 લાખ રૂપિયાની કિંમત થાય છે.પોલીસે કન્ટેનર સાથે કુલ મુદ્દામાલ 58,53,400નો મળી એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story