અરવલ્લી : 40 કલાક પ્રજ્વલિત રહેતો માટીનો દિવો તૈયાર કરતા બાયડના માટી-કલાકાર,જાણો શું છે ખાસિયત..?
બાયડના એક માટીના કલાકાર કે જેઓએ પોતાના પૂર્વજોની માટીના વાસણ બનવાની પ્રથાને કાયમી રાખી અને તેમમાંથી 40 કલાક સુધી પ્રજ્વલિત રહે તેવો એક અનોખો દીવો તૈયાર કર્યો છે
અરવલ્લી જિલ્લાના બાયડના એક માટીના કલાકાર કે જેઓએ પોતાના પૂર્વજોની માટીના વાસણ બનવાની પ્રથાને કાયમી રાખી અને તેમમાંથી 40 કલાક સુધી પ્રજ્વલિત રહે તેવો એક અનોખો દીવો તૈયાર કર્યો છે .
અરવલ્લી જિલ્લાના બાયડના એક માટીકાર છે કે જેમને 40 કલાક પ્રજ્વલિત રહેતો માટીનો દિવો તૈયાર કર્યો છે. આજે પણ બાયડના સરસોલી ગામના ગીરીશ પ્રજાપતિએ પૂર્વજોની માટી કળા જાળવી માટીના વાસણો બનાવે છે.આદિવ્યાંગ કલાકારનું એવું કામ છે કે, જેઓ લોકોના ચહિતા બની ગયા છે. ગીરીશ પ્રજાપતિએ પ્રાચિન સમયમાં જોવા મળતો માટીનો એક અનોખો દીવો તૈયાર કર્યો છે. માટીના આ દિવમાં તેલ અથવા ઘી પુરવામાં આવે તો ચાલીસ કલાક સુધી પ્રજ્વલ્લીત રહે છે, તેવું ગીરીશ પ્રજાપતિ જણાવી રહ્યા છે. એક દીવો બનાવવા માટે ચાર કલાક જેટલો સમય લાખે છે.માટીમાંથી તૈયાર થયેલા દીવાની માંગ પણ વધવા લાગી છે.આ સાથે જ અલગ અલગ માટીની ચીજવસ્તુઓ પણ ગીરીશ પ્રજાપતિ બનાવી રહ્યા છે.