-
દાંતીવાડાના સીપુ ડેમ નજીક સર્જાયો અકસ્માત
-
ટ્રેકટર પાછળ ટ્રેલર ભટકાતા ગોઝારો અકસ્માત સર્જાયો
-
બે પિતરાઈ ભાઈઓ કાળનો કોળિયો બન્યા
-
બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મુકવા જતા સર્જાયો અકસ્માત
-
વાછોલ ગામમાં સર્જાયો માતમનો માહોલ
બનાસકાંઠાના દાંતીવાડાના સીપુ ડેમ નજીક ટ્રેકટર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં બે પિતરાઈ ખેડૂત ભાઈઓના કરૂણ મોત નિપજ્યા હતા. કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મુકવા જતી વેળાએ માર્ગમાં ભાઈઓને કાળ ભરખી ગયો હતો.
બનાસકાંઠાના ધાનેરાના વાછોલ ગામના બે ખેડૂત પિતરાઈ ભાઈઓ બટાકા ટ્રેકટરમાં ભરીને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા માટે જતા હતા,તે દરમિયાન દાંતીવાડાના સીપુ ડેમ નજીક તેઓના ટ્રેકટરને એક બેલગામ ટ્રેલર ચાલકે પાછળથી ધડાકાભેર અથડાયું હતું,અને સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બંને પિતરાઈ ભાઈઓ કાળનો કોળિયો બની ગયા હતા,સર્જાયેલા અકસ્માતને પગલે ટ્રેકટરમાં ભરેલા બટાકા માર્ગ પર વિખેરાય ગયા હતા,અને ભારે ટ્રાફિકજામ પણ સર્જાય ગયો હતો.
ઘટના અંગેની જાણ ડીસા રૂરલ પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવીને તપાસ શરૂ કરી હતી,અને અકસ્માતમાં મોતને ભેટનાર ભાઈઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા,તેમજ માર્ગ પરથી અકસ્માતગ્રસ્ત વાહનો ખસેડીને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો. વાછોલ ગામમાં ઘટનાની જાણ થતા જ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.