Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : શિહોરી કોર્ટ પરિસરમાંથી સગીરાના અપહરણનો મામલો, 2 શખ્સોની ધરપકડ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી કોર્ટ પરિસરમાંથી એક યુવતીનું ઈકો કારમાં અપહરણ કરનાર શખ્સો પૈકી 2 લોકોની પોલીસે ધરપકડ કરી હતી.

બનાસકાંઠા : શિહોરી કોર્ટ પરિસરમાંથી સગીરાના અપહરણનો મામલો, 2 શખ્સોની ધરપકડ
X

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી કોર્ટ પરિસરમાંથી એક યુવતીનું ઈકો કારમાં અપહરણ કરનાર શખ્સો પૈકી 2 લોકોની પોલીસે ધરપકડ કરી હતી.

મળતી માહિતી અનુસાર, કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ જયુડિશિયલ કોર્ટમાં ભોગ બનનાર યુવતીને સર્ચ વોરંટ અર્થે લાવવામાં આવી હતી, ત્યારે યુવતીના સગા વ્હાલા તેમજ ભાઈઓએ ગેર કાયદેસર રીતે મંડળી રચી કાવતરું ઘડી કાઢી લોકોની સામે કોર્ટમાંથી ઈકો કારમાં બેસાડી તેનું જબરદસ્તી અપહરણ કર્યું હતું, ત્યારે શિહોરી પોલીસ મથકે ભોગ બનનાર યુવતીના વકીલે આ મામલે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે ગણતરીના કલાકોમાં જ શિહોરી પોલીસ મથકના સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 60 વર્ષીય વેલાજી તખાજી ઠાકોર અને 24 વર્ષીય નરેશ શામળાજી ઠાકોરને ઇકો કાર સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. બન્નેએ ભોગ બનનાર યુવતીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેણીનું અપહરણ કર્યું હતું. આ ગુનામાં 8 જેટલા આરોપીઓ વિરુદ્ધ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, પરિવારની દીકરી હેમખેમ પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story