બનાસકાંઠા: બાયપાસ પ્રોજેક્ટનું ખેડૂત આંદોલન કોંગ્રેસના જનમંચ સુધી પહોંચ્યુ, રેલી કાઢી આવેનપત્ર પાઠવાયું

બનાસકાંઠાના પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાને નિવારવા બાયપાસ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.

New Update

બનાસકાંઠાના પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાને નિવારવા બાયપાસ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.

બનાસકાંઠા પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાને નિવારવા બાયપાસ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. અને સરકારની જમીન સંપાદન પ્રક્રિયા દરમ્યાન જ હવે ખેડૂતો પોતાની વધુ જમીન સરકાર સંપાદિત કરતી હોવાના આક્ષેપો સાથે વિવાદ સર્જાયો છે. પાલનપુરમાં આ મુદ્દે જનમંચ કાર્યક્રમ યોજી વિપક્ષના નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર સામે સીધા આક્ષેપો કર્યા હતા અને બાદમાં ખેડૂતો સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યુ હતું.100 મીટરની જગ્યાએ ખેડૂતોની 30 મીટર જગ્યા બાયપાસ માં લેવાય, જે જગ્યા બાયપાસમાં લેવાય છે તેનું ખેડૂતોને બજારના ભાવે વળતર અપાય, અને જે ખેડૂતોની જમીન જતા જે ખેડૂતો બિન ખેડૂત થઈ રહ્યા છે તે ખેડૂતોને ન્યાય અપાય તેવી અલગ અલગ માંગો તંત્ર સમક્ષ મૂકવામાં આવી છે.
વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ખેડૂતોના હિતમાં  લડતમાં જોડાવા બાહેધારી આપી છે.ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં બાયપાસને લઈ ખેડૂતોના ખેતરેથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હવે કોંગ્રેસના જનમંચ સુધી પહોંચી ગયું છે
Latest Stories