બનાસકાંઠા : લગ્નવાંછુક યુવક સાથે છેતરપિંડીની ઘટનામાં પોલીસે પાંચ ભેજબાજોની કરી ધરપકડ

બનાસકાંઠાના વડગામમાં લગ્નની લાલચ આપીને લગ્નવાંછુક યુવક સાથે છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી હતી.જે બનાવમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

New Update
  • લગ્નની લાલચે લાખોની છેતરપિંડી

  • લગ્નવાંછુક યુવકોને કરતા ટાર્ગેટ

  • વડગામ પોલીસે ઉકેલ્યો ભેદ

  • પાંચ સામે નોંધાઈ હતી ફરિયાદ

  • પાંચેય આરોપીઓ જેલ હવાલે

બનાસકાંઠાના વડગામમાં લગ્નની લાલચ આપીને લગ્નવાંછુક યુવક સાથે છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી હતી.જે બનાવમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

બનાસકાંઠાના વડગામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી કે જેમાં એકલતા ભોગવી રહેલા યુવકને લગ્ન કરાવવાની લાલચ આપી પાંચેય આરોપીઓએ કાવતરું રચ્યું અને ત્યારબાદ લૂંટેરી દુલ્હનને તૈયાર કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી લીધી હતી. સમગ્ર ઘટના જોઈએ તો આરોપીઓએ કિંજલ ઉર્ફે આયુષી નામની યુવતી સાથે ફરિયાદી યુવકના લગ્ન કરાવ્યા હતા,અને લગ્નના થોડા દિવસો બાદ આ લૂંટેરી દુલ્હનને તેમના ઘરે પરત બોલાવી લેવામાં આવી હતી.ત્યારબાદ આરોપીઓએ મોબાઈલ બંધ કરી સરનામું બદલી અને ગાયબ થઈ ગયા હતા. જોકે ફરિયાદી સાથે રૂપિયા ત્રણ લાખની છેતરપિંડી કરવામાં આવતા ફરિયાદીએ વડગામ પોલીસ મથકે પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.જે મામલે વડગામ પોલીસે તપાસ બાદ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.અને પોલીસે  તેરા તુજકો અર્પણ અંતર્ગત છેતરપિંડી કરી પડાવી લીધેલા 2.51 લાખ રૂપિયા રિકવર કરી ફરિયાદીને પરત કરવામાં આવ્યા હતા.

Latest Stories