-
થરાદ જિલ્લો જાહેર થતાં જ શિહોરીમાં સજ્જડ બંધનું એલાન
-
વેપારીઓ સહિત ખેડૂતોએ બંધના એલાનને સમર્થન આપ્યું
-
કાંકરેજ તાલુકાને બનાસકાંઠા અથવા પાટણમાં રાખો : સ્થાનિક
-
થરાદમાં તો નહીં જ ચાલે'ની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા
-
આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન-ચૂંટણીનો બહિષ્કારની ચીમકી
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ તાલુકાના વ્યાપારીઓએ બજારોમાં સજ્જડ બંધ પાડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ તાલુકાના વ્યાપારીઓ અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિભાજનના નિર્ણયને લઈને આજે કાંકરેજ તાલુકાના તમામ વ્યાપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો હતો. કાંકરેજ તાલુકાના લોકોની માંગ છે કે, કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે, જે વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લામાં તેમને મુકવામાં આવ્યા છે, તેની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે. વધુમાં તેમનું કહેવું છે કે, તેમને પાલનપુર સીધું અને સરળ પડે છે, ત્યારે વાવ-થરાદ તેમના માટે અટપટું રહે છે, અને લાંબુ અંતર રહે છે. જેથી તેઓને પાલનપુરમાં જ રહેવું છે, અને વાવ-થરાદ જિલ્લામાં જવું નથી. જો સરકાર દ્વારા માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.