બનાસકાંઠા : અંબાજી ભાદરવી પૂનમના મેળા આવતા પદયાત્રીઓની સુવિધામાં તંત્ર દ્વારા વધારો કરાયો...

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત 3 દિવસ સુધી ભરાય છે

New Update

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છેત્યારે દૂર દુરથી પદયાત્રા સંઘ લઈને આવતા પદયાત્રીઓની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો તેરસચૌદસ અને પૂનમ એમ સતત 3 દિવસ સુધી ભરાય છે. આ દિવસે લાખો માઈભક્તો માતાના દર્શન માટે ઉમટી પડે છે. આ સમયે અસંખ્ય લોકો અહીં પગપાળા યાત્રા કરીને પણ આવતા હોય છેત્યારે દૂર દૂરથી પદયાત્રા સંઘ લઈને આવતા પદયાત્રીઓ માટે જમવાનુંચા-નાસ્તોમેડિકલ સેવાન્હાવા ધોવા અને આરામ કરવાની સુવિધા મળે તે માટે ઠેર ઠેર વિસામાઓ શરૂ કરાયા છે. તો બીજી તરફઅરવલ્લી જિલ્લાના મોડાસા-શામળાજી બાયપાસ પર આવેલી જિલ્લાની આરટીઓ કચેરી દ્વારા પણ પદયાત્રીઓને ચા-નાસ્તો મળી રહે તે માટે વિસામો શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે જ ટ્રાફિક અવેરનેસ માટે પણ વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરેક પદયાત્રીઓને અકસ્માત ન નડે અને રાત્રે અંધારામાં અન્ય વાહનચાલકોને પણ પદયાત્રી જઇ રહ્યા છેતેનો ખ્યાલ આવે તે માટે પદયાત્રીઓને રેડિયમવાળા જેકેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત દરેક વાહનો પર રીફલેક્ટર લગાડવામાં આવ્યા હતા.

 

Latest Stories