Connect Gujarat
ગુજરાત

ભરૂચ : તહેવારો પૂર્વે પોલીસની કાર્યવાહી, પાસા હેઠળ 12 આરોપીને રાજ્યની વિવિધ જેલના હવાલે કર્યા

ભરૂચ : તહેવારો પૂર્વે પોલીસની કાર્યવાહી, પાસા હેઠળ 12 આરોપીને રાજ્યની વિવિધ જેલના હવાલે કર્યા
X

તહેવારો પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સજ્જ

અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ આરોપીઓ વિરૂધ્ધ તવાઈ

12 જેટલા અસામાજિક તત્વોને PASA હેઠળ જેલ ભેગા કરાયા

ભરૂચ જિલ્લા પોલીસે અત્યાર સુધી અસામાજિક તત્વો સામે સૌથી મોટી કાર્યવાહી કરી છે. દારૂ, જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા 12 આરોપીને પાસા એક્ટ હેઠળ રાજ્યની અલગ અલગ જેલના હવાલે કર્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા રેન્જ IG સંદીપ સિંહના માર્ગદર્શન હેઠળ અસામાજીક પ્રવૃતિઓને નાબુદ કરવા દારૂ તેમજ જુગારની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીઓ વિરૂધ્ધ તવાઈ બોલવાઈ હતી.

જેમાં ગુજરાત પ્રિવેન્સન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ PASA હેઠળ કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે આગામી તહેવારોને ધ્યાને લઇ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પ્રોહિબીશનની અસમાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ આરોપીઓનું ખાનગી રાહે લીસ્ટ તૈયાર કરાવ્યું હતું. આવા 12 અસામાજિક તત્વો સામે PASA હેઠળ દરખાસ્તો તૈયાર કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટને મંજુરી માટે મોકલી હતી. જે મંજુર થતા LCB PI ઉત્સવ બારોટ દ્વારા પોલીસ સ્ટેશનોની અલગ અલગ ટીમો દ્વારા તમામ 12 પાસા અટકાયતીઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

Next Story