ભરૂચ: અંકલેશ્વર પાનોલીની બજાજ હેલ્થકેર કંપનીમાં ભીષણ આગ

વહેલી સવારે ભરૂચનો પાનોલી જીઆઇડીસી વિસ્તાર ઇમરજન્સી સાયરનોની ગૂંજથી ધણધણી ઉઠયો હતો.

New Update
ભરૂચ: અંકલેશ્વર પાનોલીની બજાજ હેલ્થકેર કંપનીમાં ભીષણ આગ

આજે વહેલી સવારે ભરૂચનો પાનોલી જીઆઇડીસી વિસ્તાર ઇમરજન્સી સાયરનોની ગૂંજથી ધણધણી ઉઠયો હતો. ઔદ્યોગિક વસાહતમાં આવેલી બજાજ હેલ્થકેર કંપનીમાં સવારના સુમારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી.

અંકલેશ્વરના પાનોલીમાં જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપનીમાં સવારે અચાનક ફાટી નીકળેલી આગે ગણતરીના સમયમાં આખા પ્લાન્ટને ઝપેટમાં લઇ લીધો હતો. કંપનીની ફાયર સેફટી સિસ્ટમ કાબુ મેળવવાના માટે અસક્ષમ સાબિત થતા આસપાસની કંપનીઓ અને ફાયર બ્રિગેડને મદદ માટે કોલ પાયો હતો. અંકલેશ્વર અને પાનોલીના ૫ ફાયર ફાઈટર ઘટનાસ્થળ તરફ રવાના કરાયા હતા જેમણે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા.આગનું સ્વરૂપ એટલું ગંભીર હતું કે તેની જવાળાઓ૨ કિમિ દૂરથી પણ જોઈ શકાતી હતી. ઘટનાની ગંભીરતા કેમિકલ ફાયર એક્સપર્ટ ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર - DPMC ના એક્સપર્ટની ટિમ પણ મદદે બોલાવાઇ હતી. લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ ઉપર આંશિક નિયંત્રણ મેળવી શકાયું હતું જોકે સંપૂર્ણ કાબુ મેળવવા હજુ થોડો સમય લાગી શકે છે.ઘટના બાબતે કંપની તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટના સંદર્ભે પોલીસ સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને જીપીસીબી સ્વતંત્ર તપાસ હાથ ધરશે. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી નથી

Latest Stories