Connect Gujarat
ગુજરાત

ભરૂચ : વિરોધ પ્રદર્શન કરી રહેલાં કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

X

રાજયમાં સરકારી કર્મચારીઓની ભરતી માટે લેવાતી પરીક્ષાઓ સરકાર માટે મુસીબતો ઉભી કરી રહી છે. ભરૂચમાં સરકાર વિરૂધ્ધ પ્રદર્શન કરી રહેલાં યુથ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

રાજયમાં બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવા મામલે કોંગ્રેસ સરકારને ચારે તરફથી ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. સોમવારના રોજ ભરૂચમાં યુથ કોંગ્રેસના નેજા હેઠળ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગી કાર્યકરોએ સરકાર વિરોધી નારેબાજી કરી હતી.

ભરૂચના રેલ્વે સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ પુતળા દહન કરતાં બંદોબસ્તમાં રહેલી પોલીસ એકશનમાં આવી હતી અને ત્યારબાદ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોની પોલીસે બળ પ્રયોગ કરી અટકાયત કરી હતી..

પોલીસે આશરે 15 જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઇ ગઇ હતી. આ કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજી, પુર્વ પ્રમુખ શેરખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહયાં હતાં. રાજયમાં એક પછી એક રદ થઇ રહેલી ભરતી પરીક્ષાઓના કારણે પરીક્ષાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. લોકરક્ષક બાદ હવે કલાર્કની ભરતીમાં મસમોટુ કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે યુવાઓમાં સરકાર પ્રતિ આક્રોશ છે.

Next Story