ભરૂચ: દહેજ બાયપાસ રોડ પર જાહેરમાં ગાંજો ફૂંકાતા 4 લોકો ઝડપાયા

ભરૂચમાં યુવાનો ગાંજાના રવાડે ચઢ્યા, દહેજ બાયપાસ રોડ પર જાહેરમાં ગાંજો ફૂંકાતા 4 ઇસમો ઝડપાયા.

New Update
ભરૂચ: દહેજ બાયપાસ રોડ પર જાહેરમાં ગાંજો ફૂંકાતા 4 લોકો ઝડપાયા

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ શિલ્પી સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં ગાંજો ફૂંકાતા ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ શિલ્પી સ્કેવર શોપિંગમાં કેટલાય અસામાજીક તત્વો રોજ આવી નશીલા પદાર્થનું સેવન કરી આતંક મચાવતા હોવાથી દુકાનદારો ત્રસ્ત બની ગયા હતા. આ શોપિંગ સેન્ટરમાં કેટલાય ટ્યુશન ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે ત્યારે આજ રોજ સવાર થી જ 4 ઇસમો અડિંગો જમાવી નશીલા પ્રદાર્થનું સેવન કરી આવતા જતા લોકોને હેરાન કરતા હતા. આ અંગે દુકાનદારોએ પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગાંજો ફૂંકાતા 4 ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દુકાનદારો દ્વારા માંગ કરવામાં આવી છે કે પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલીંગ સઘન બનાવે અને અસમાજિક પ્રવૃત્તિ પર રોક લગાવે.

Latest Stories