ભરૂચ : ભારે વરસાદના કારણે નેત્રંગનો જવાહર બજાર વિસ્તાર ખાડામાં ગરકાવ, વાહનચાલકોને ભારે હાલાકી

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં વરસેલા ભારે વરસાદના કારણે માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ સહિત પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે જવાહર બજાર ખાડામાં ગરકાવ થતાં વાહનચાલકોની હાલત ફકોડી બની છે.

New Update

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં વરસેલા ભારે વરસાદના કારણે માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ સહિત પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે જવાહર બજાર ખાડામાં ગરકાવ થતાં વાહનચાલકોની હાલત ફકોડી બની છે.

ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથકમાં નેત્રંગ તાલુકાની ગણના થાય છે. નેત્રંગ સહિત આજુબાજુ વિસ્તારમાં વસવાટ કરતાં રહીશો મોટી સંખ્યામાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી અર્થે નેત્રંગના જવાહર બજારમાં આવતા હોય છે. અહી દર મંગળવારે હાટ બજાર ભરાતો હોવાથી લોકોનો ભારે ઘસારો રહે છે. તો બીજી તરફ, ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ નેત્રંગ ટાઉનના ગાંધી બજારથી જવાહર બજાર અને ચાર રસ્તાને જોડતા મુખ્ય માર્ગનું ધોવાણ થતાં રસ્તાના નિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે. વાહન ચાલકોની મામુલી ગફલતથી હાડકા ભંગાય તેવો ઘાટ ઘડાયો છે. તેવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે નેત્રંગના મેઇન બજારના રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Read the Next Article

ભરૂચ : દેવપોઢી અગિયારસનો ભાડભૂત માછીમાર સમાજમાં અનેરો મહિમા, નર્મદા મૈયાને દુગ્ધાભિષેક-ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો...

ભાડભૂતથી લગભગ 12 કિમી દૂર જ્યાં દરિયા અને નદીના પાણીનું સંગમ થાય છે અને ભાંભરું પાણી બને છે, ત્યાં આ વખતે હીંલસા માછલી વિશાળ પ્રમાણમાં જોવા મળી છે.

New Update
Devpodhi Ekadashi
  • દેવપોઢી અગિયારસનો માછીમાર સમાજમાં અનેરો મહિમા

  • માછીમાર સમાજ દ્વારા નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરાય

  • દરિયા દેવ-નર્મદા નદીના સંગમ સ્થાને દુગ્ધાભિષેક કરાયો

  • હર હર નર્મદેના નાદથી ભાડભૂતનું વાતાવરણ ગુંજી ઉઠ્યું

  • મોટી સંખ્યામાં માછી સમાજના આગેવાનો-સભ્યોની હાજરી

ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દેવપોઢી અગિયારસના પાવન દિવસે માછીમાર સમાજે નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરી દુગ્ધાભિષેક સાથે માછીમારીનો પ્રારંભ કર્યો હતો.

ભરૂચ શહેર તથા જિલ્લામાં દેવશયની એકાદશીના પાવન દિવસે માછીમાર સમાજે પરંપરાગત રીતે નર્મદા નદીમાં ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો હતો. આ સાથે જ નર્મદા મૈયાના એક કિનારાથી બીજા કિનારા સુધી દુગ્ધાભિષેક કરી માછીમારોએ નદી માતાને નમન કર્યું હતું. ભરૂચ જિલ્લાના ભાડભૂતથી લગભગ 12 કિમી દૂર જ્યાં દરિયા અને નદીના પાણીનું સંગમ થાય છે અને ભાંભરું પાણી બને છેત્યાં આ વખતે હીંલસા માછલી વિશાળ પ્રમાણમાં જોવા મળી છે.

દરિયામાંથી હીંલસા માછલી પ્રજનન માટે ભાંભરા પાણીમાં આવે છેઅને ચાલુ વર્ષે વરસાદ વહેલો પડતાં માછીમારો માટે આ પરિસ્થિતિ અત્યંત અનુકૂળ બની છે. આ વર્ષે 40 વર્ષ બાદ લાખો રૂપિયાની વધારાની હીંલસા માછલી પકડાઈ છેજેનાથી માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો છે. દેવશયની એકાદશીએ લગભગ 1500થી વધુ બોટમાં માછીમારો દરિયામાં ઉતરી માછીમારી કરવા પ્રસ્થાન થયા હતા.