/connect-gujarat/media/post_banners/6a3cf7e6ff10e6e0cd4422a1e2d56b652782c51a4d9e7ed4afc9e97e62049b94.jpg)
ભરૂચના અંકલેશ્વર ખાતે આવેલી વાલિયા ચોકડી પાસે ઊભેલી બિનવારસી ટ્રકમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે ઊભેલી બિનવારસી ટ્રકમાંથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો છે. મળતી માહિતી મુજબ, ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ભલે ચોકડી નજીક આવેલા સીએનજી પંપ પાસે એક બિનવારસી ટ્રક ઉભેલીએ છે. જેની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાંચે તપાસ કરતાં ટ્રકના કેબીનમાં પાછળના ભાગે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિવિધ કંપનીની વિદેશી દારૂની બોટલોની અંદાજિત કિંમત રૂપિયા 4 લાખ 65 હજાર 600 તેમજ રોકડ રૂપિયા અને ટ્રકની કીમત થઈ કુલ 14.65.710 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.