ભરૂચ: પુરના પાણીમાં ફસાયા તો હવે તમને રોબોટ બચાવવા આવશે, ફાયર વિભાગ બન્યું આધુનિક

સમાચાર | ગુજરાત : ભરૂચ નગર સેવા સદનનું ફાયર વિભાગ વધુ અસરકારક બન્યું છે. પૂર સહિતની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે.

New Update


ભરૂચ ન.પા.નું ફાયર વિભાગ બન્યુ આધુનિક
સરકાર દ્વારા આપવામાં આવ્યો રેસ્ક્યુ રોબોટ
રિમોર્ટથી સંચાલિત રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો
પુર વચ્ચે ફસાયેલ લોકોનુ રોબોટ કરશે રેસ્ક્યુ
નર્મદા નદીમાં કરાયુ ટેસ્ટિંગ
ભરૂચ નગર સેવા સદનનું ફાયર વિભાગ વધુ અસરકારક બન્યું છે. પૂર સહિતની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે.

ભરૂચ નગર સેવાસદનનું ફાયર વિભાગ વધુ આધુનિક બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે નર્મદા નદીમાં આવતા પૂર સહિતની પરિસ્થિતિમાં રેસ્ક્યુ રોબોટ પ્રાણરક્ષક બનશે. રિમોર્ટથી સંચાલિત રેસ્ક્યુ રોબટથી પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે. ફાયર વિભાગ દ્વારા આજરોજ નર્મદા નદીમાં રોબોટનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રીવેન્શન સોસાયટી દ્વારા આ ખાસ પ્રકારનો રેસ્ક્યુ રોબોટ ભરૂચ નગરપાલિકાને આપવામાં આવ્યો છે. ચોમાસાના સમયમાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે અનેક લોકો પાણી વચ્ચે ફસાઈ જાય છે તેઓને બચાવવામાં આ રેસ્ક્યુ રોબર્ટ  અસરકારક સાબિત થશે તેવું લાગી રહ્યું છે

Read the Next Article

પંચમહાલ : પાનમ ડેમમાં પાણીની આવક થતા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા કિનારાના ગામોને કરાયા એલર્ટ

પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિભાગ દ્વારા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.જેના કારણે પાનમ નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

New Update
  • પંચમહાલમાં વરસાદી માહોલ જામ્યો 

  • પાનમ ડેમમાં પાણીની આવકમાં વધારો

  • ડેમનો એક ગેટ સંપૂર્ણ ખોલવામાં આવ્યો

  • પાનમ નદીમાં 1275 ક્યુસેક પાણી છોડાયું

  • નદી કિનારના દસ ઉપરાંત ગામો એલર્ટ

પંચમહાલ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પાનમ ડેમમાં પાણીની આવક વધતા ડેમ વિભાગ દ્વારા 1275 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.જેના કારણે પાનમ નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પંચમહાલ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઇ છે.તેમજ ઉપરવાસમાંથી પણ પાનમ ડેમમાંથી પાણી છોડાયું છે. પાનમ વિભાગ દ્વારા આ પાણી છોડવામાં આવ્યું છે. પાનમ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડાયું છે. પાનમ ડેમનો એક ગેટ આખો ખોલી 1275 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે.અને રૂલ લેવલ જાળવી રાખવા માટે પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.ત્યારે હાલમાં પાનમ ડેમમાં 3850 ક્યુસેક પાણી છે. ડેમમાંથી પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.જ્યારે બીજ તરફ પાનમ નદીના જળસ્તરમાં વધારો થતા નદી કિનારે વસેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.